'કહાં જાતા હૈ? ખડા રેહ, નહીં તો માર દુંગા' ધમકી આપીને યુવાનને લૂંટ્યો

News18 Gujarati
Updated: October 29, 2019, 9:01 AM IST
'કહાં જાતા હૈ? ખડા રેહ, નહીં તો માર દુંગા' ધમકી આપીને યુવાનને લૂંટ્યો
પ્રતિકાત્મક તસવીર

સાબરમતીમાં રહેતા અને પેથોલોજી લેબોરેટરીમાં કામ કરતાં ઉમેશ મકવાણાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ: શહેરનાં કુબેરનગર ફાટક નજીક એક યુવાનને બે શખ્સોએ માર મારીને તેની પાસેથી 32 હજાર રોકડા રૂપિયા તેમજ 25 હજારની સોનાની વીંટીની લૂંટ ચલાવી છે. સાબરમતીમાં રહેતા અને પેથોલોજી લેબોરેટરીમાં કામ કરતાં ઉમેશ મકવાણાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ પ્રમાણે 27મી ઓક્ટોબરે ઉમેશ મકવાણા તેના મિત્રો સાથે કુબેરનગર માર્કેટ ખાતે કપડાની ખરીદી કરવા ગયા હતાં. ઉમેશ મકવાણા અને તેના મિત્રોએ કુબેરનગર ફાટક નજીક ગાડી પાર્ક કરીને કપડાની ખરીદી કરવા માટે ચાલતા ચાલતા જતાં હતાં. આ દરમિયાન ફરિયાદી ઉમેશ મકવાણા કુબેરનગરની જાળીમાં પેશાબ કરવા માટે રોકાયો હતો. ત્યારે જ એક શખ્સે તેને બોલાવ્યો હતો. ઉમેશ મકવાણા તેને જોઇને ભાગવાનો પ્રયત્ન કરતાં જ આ શખ્સએ તેને કહ્યું કે, 'તું કહાં જાતા હૈ? વહાં ખડા રહ, નહી તો, તુજકો પથ્થર મારુંગા'. આવું કહીને તે શખ્સ તેની નજીકમાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : મર્સિડીઝ કારનો કાચ તોડી તસ્કરોએ ચોરી કર્યા બે લાખ રોકડા

જે બાદ અજાણ્યા શખ્સે તેની પાસે જે પણ પૈસા હોય તે આપી દેવાની ધમકી આપી હતી. જો કે આ દરમિયાન અન્ય એક શખ્સ પણ ત્યાં આવી ગયો હતો. આ બંન્ને શખ્સોએ ઉમેશ મકવાણાનાં ખિસ્સા તપાસવા લાગ્યા હતાં. જેથી ફરિયાદીએ બૂમાબૂમ કરતાં જ આ બંન્ને શખ્સોએ તેની સાથે ઝપાઝપી કરી હતી. તેના ખીસ્સામાં રહેલ રોકડ રૂપીયા 35 હજાર તેમજ સાત ગ્રામ સોનાની વીંટી કાઢી લઇને ફરાર થઇ ગયાં હતાં. જ્યારે સમગ્ર બનાવની જાણ ઉમેશે તેના મિત્રોને કરતાં તે ઘટનાસ્થળ પર આવી પહોચ્યા હતાં. જ્યારે આ સમગ્ર બનાવની જાણ પોલીસને કરતાં પોલીસએ બંન્ને શખ્સોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: October 29, 2019, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading