અમદાવાદ : પોલીસને યુવકની ધમકી, 'કેમ નોકરી કરો છો હું જોઉં છું'

News18 Gujarati
Updated: November 3, 2019, 11:32 AM IST
અમદાવાદ : પોલીસને યુવકની ધમકી, 'કેમ નોકરી કરો છો હું જોઉં છું'
સાબરમતી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

સાબરમતી પોલીસને એક શખ્સે આપી ધમકી,પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનના (sabramati Police station) ઇન્વેસ્ટીગેશન રૂમમાં ફરજ બજાવતી પોલીસ હાજર હતી ત્યારે એક યુવક ત્યાં આવી પહોંચ્યો હતો. પોલીસ તેનું કામ કરી રહી હતી ત્યારે અચાનક જ આ શખ્સે બુમાબુમ શરૂ કરી હતી. તેનો મોબાઇલ ફોન ખોવાઇ ગો હોવા છતાં ચાર દિવસથી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો. પોલીસે તેને બેસવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસ વાળા કેમની નોકરી કરે છે તે જોઇ લઇશ તેવી ધમકી (Threat) આપી હતી.

સાબરમતી પોલીસ સ્ટેશનના મ.સ.ઇ બળવંતભાઇ પોપટભાઇએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. તેઓ તેમના સ્ટાફ સાથે એક ગુમ થનાર વ્યક્તિ ભરતભાઇ સોલંકીની જાણવાજોગ નોંધી હતી તે ગુમ થનાર વ્યક્તિ પરત આવી જતા તેનું નિવેદન લઇ રહ્યા હતા ત્યારે ત્યાં પોલીસસ્ટેશનના ઇન્વે. રૂમમાં એક શખ્સ આવ્યો હતો.

આ પણ વાંચો :  6 નવેમ્બરે વાવાઝોડું 'મહા' દીવ-દ્વારકા વચ્ચે ટકરાશે, 100-110 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

આ શખ્સ જોરજોરથી બુમો પાડી કહેતો હતો કે ચાર દિવસથી મારો મોબાઇલ ફોન ખોવાયો છે કેમ કોઇ ફરિયાદ લેતું નથી. જેથી પોલીસ કામમાં હોવાથી તેને થોડી વાર બેસવા માટે કહ્યું હતું, પણ આ શખ્સે પોલીસને ધમકી આપી કે તમે કેવી રીતે પોલીસમાં નોકરી કરો છો તે જોઇ લેજો હવે. આટલું જ કહીને શખ્સ ત્યાંથી ભાગવા જતા પોલીસે દોડીને તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેને પકડીને પૂછપરછ કરતા પૂનમ પટણી હોવાનું જણાવ્યું હતું. આરોપી સામે પોલીસે આઇપીસી 186 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

 
First published: November 3, 2019, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading