અમદાવાદ : 'પોલીસ ખોટી રીતે હેરાન કરે છે, આવી રીતે હેરાન થઈને જીવવા કરતા મરી જવું સારું'


Updated: July 6, 2020, 2:51 PM IST
અમદાવાદ : 'પોલીસ ખોટી રીતે હેરાન કરે છે, આવી રીતે હેરાન થઈને જીવવા કરતા મરી જવું સારું'
પ્રતિકાત્મક તસવીર

માસ્ક કેમ નથી પહેર્યું એવો સવાલ કરતા જ કાર ચાલક ઉશ્કેરાય ગયો હતો અને પોલીસને મરી જવાની ધમકી આપી હતી.

  • Share this:
અમદાવાદ : કોરોના કહેર (Coronavirus Pandemic) વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ઘરની બહાર નીકળતા તમામ વ્યક્તિએ માસ્ક (Mask) પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેની પાસેથી દંડ વસૂલવાની સત્તા સરકાર દ્વારા પોલીસ (Police)ને પણ આપવામાં આવી છે. જેથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન જેવી કોઈ આવી વ્યક્તિ મળી આવે તો તેની પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવે છે. આ દરમિયાન અમદાવાદ (Ahmedabad)માં એક વ્યક્તિએ માસ્ક ન પહેરવા બદલ કાર રોકતા પોલીસને મરી જવાની ચીમકી આપી હતી.

રવિવારે બપોરના સમયે વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીવરાજ પાર્કના અશરફનગર પાસે ફરજ પર હતો તે દરમિયાન બ્રેઝા કાર લઈને એક ચાલક નીકળ્યો હતો. કાર ચાલક અને તેની બાજુની સીટમાં બેઠેલી મહિલા તેમજ બાળકે માસ્ક પહેર્યુ ન હોવાથી પોલીસ ગાડી અટકાવી હતી અને દંડ ભરવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો : 'આજ તેરા કિસ્સા હી ખતમ કર દેતા હું,' પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિનો હુમલો

પોલીસે દંડ ભરવાનું કહેતા જ કારચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે 'તમે પોલીસ અમને ખોટી રીતે હેરાન કરો છો, તમારા ત્રાસથી અમે હેરાન થઈ ગયા છીએ. આવી રીતે હેરાન થઇને જીવવું એના કરતાં તો મરી જવું સારું, હવે તો કંટાળ્યા છીએ મરી જવું છે.'

વીડિયોમાં જુઓ : દેશમાં કોરોનાનો હાહાકાર
આ પણ વાંચો : કચ્છમાં પવનચક્કીમાં લાગી આગ, પાંખીયું નીચે પડ્યું

આમ કહેતા પોલીસે આરોપી વિરુદ્ધ ફરજમાં અડચણરૂપ બનવાની ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કારચાલકનું નામ હાર્દિક શાહ હોવાનું તેમજ તેઓ મણીનગરના નિવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: July 6, 2020, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading