અમદાવાદ : રાત્રે પરિણીત પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ પ્રેમ કરવાને બદલે કર્યું આવું કૃત્ય

News18 Gujarati
Updated: January 14, 2020, 10:53 AM IST
અમદાવાદ : રાત્રે પરિણીત પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ પ્રેમ કરવાને બદલે કર્યું આવું કૃત્ય
જેને આપણે પ્રેમ કહીએ છીએ તે તમારા મગજમાં અનેક પ્રકારના રસાયણને રીલિઝ કરે છે. આ રસાયણ ડોપામાઇન, ઓક્સટોસિન, એડ્રનલિન અને વૈસોપ્રોસિન મૂળરૂપે હોય છે. જે આપણા મૂડને સારું કે ખરાબ કરવા માટે જવાબદાર હોય છે. આ રસાયણની રિલીઝ થવાથી આપણને પ્રેમનો નશો થવા લાગે છે.

પ્રેમિકા પિયરમાં આવી હોવાની જાણ થતાં જ પ્રેમી યુવક અડધી રાત્રે તેના ઘરે પહોંચી ગયો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરના કૃષ્ણનગરમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. વિગત એવી છે કે અહીંની એક યુવતીએ પોતાના લગ્ન પછી પણ તેના લગ્ન પહેલાના પ્રેમી સાથે પ્રેમ સંબંધો ચાલુ રાખ્યા હતા. આ અંગેની જાણ તેણીના સાસરિયાઓને થતાં તેમણે તેમની પુત્રવધૂને પિયર મોકલી આપી હતી. પ્રેમિકા પિયરમાં આવી હોવાની જાણ થતાં જ પ્રેમી યુવક અડધી રાત્રે તેના ઘરે પહોંચી ગયો હતો. જોકે, અડધી રાત્રે ઘરે પહોંચેલા પ્રેમીએ પ્રેમ કરવાને બદલે તેની પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું. આ મામલે બંને પરિવારજનો વચ્ચે સમાધાન બાદ પણ મામલો ગરમ રહેતા આખરે કૃષ્ણનગરમાં ફરિયાદ નોંધાઇ છે.

લગ્ન કર્યા બાદ ગાંધીનગર ખાતે રહેતી 28 વર્ષીય યુવતીને સંતાનમાં એક દીકરો છે. યુવતીને તેના દૂરના એક સંબંધી યુવક સાથે તેને પ્રેમ સંબંધ હતો. આ બાબતે તેના સાસરિયાઓને જાણ થતાં તેને પિયરમાં મોકલી આપી હતી. પરિણીતા એક દિવસ તેના પિયરમાં હતી ત્યારે આ પ્રેમી યુવક મનોજ પરનાર અડધી રાત્રે તેના ઘરની બારી ખખડાવતો હતો. બારીનો અવાજ આવતા પરિણીતા ઉઠી ગઇ હતી અને જોયું તો તેનો પ્રેમી હતો. પરિણીતાને એવું લાગ્યું કે તે તેને મળવા આવ્યો છે. જોકે, અહીં મનોજે કોઈ કારણોસર તેની પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું. આ સમયે પરિણીતાની માતા પણ જાગી ગઇ હતી.

આ મામલે મનોજ અને પરિણીતાના પરિવારજનો ભેગા થયા હતા અને આખરે સમાધાન થયું હતું. પણ બાદમાં પરિણીતાના ભાઇએ મનોજના પરિવારને ગાળાગાળી કરતા આખરે મહિલાએ મનોજ પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 323 અને 507 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.

First published: January 14, 2020, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading