અમદાવાદ: પત્નીને ઘરકામમાં મદદે આવેલી 28 વર્ષની યુવતી સાથે પતિએ કર્યું 'ગંદુ' કામ

અમદાવાદ: પત્નીને ઘરકામમાં મદદે આવેલી 28 વર્ષની યુવતી સાથે પતિએ કર્યું 'ગંદુ' કામ
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી પતિએ છૂટાછેડા આપ્યા બાદ બે બાળકો સાથે પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન તેણીના એક પરિચિત વ્યક્તિએ એક દંપતી સાથે તેણીની મુલાકાત કરવી હતી.

  • Share this:
અમદાવાદ: કોઈની મદદ (Help) કરતી વખતે માઠું ફળ મળે તો તે જીવનનો ખરાબ અનુભવ બની રહેતો હોય છે. છૂટાછેડા બાદ એકલી રહેતી મહિલા (Woman)ને મદદ કરવા જતા કડવો અનુભવ થયો હોવાની ઘટના અમદવાદમાં સામે આવી છે. મદદ માટે આવેલી મહિલાને હવસખોરે ગમે તેમ કરીને પોતાના તાબે થવા મજબૂર કરી હતી. બનાવની વિગતે વાત કરીએ તો શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીને એક વ્યક્તિએ પોતાની પત્ની (Wife) બીમારી હોવાથી મદદ કરવાની આજીજી કરી હતી. આ દરમિયાન ઘરના મોભીએ મદદ માટે આવેલી મહિલા સાથે ગંદુ કામ કર્યું હતું. મહિલાએ વિરોધ કરતા નરાધમે તેણીને ધમકી આપી નિર્વસ્ત્ર કરી નાખી હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલી મહિલા બીજા દિવસે હવસખોરના ઘરેથી ભાગી ગઈ હતી અને પોલીસ (Ahmedabad police)ને જાણ કરી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી પતિએ છૂટાછેડા આપ્યા બાદ બે બાળકો સાથે પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન તેણીના એક પરિચિત વ્યક્તિએ એક દંપતી સાથે તેણીની મુલાકાત કરવી હતી. યુવતીને બે બાળકો સાથે કોઈ સહારો આપે તો તેને થોડી રાહત થાય તેમ હતું. જે તે સમયે રામોલ વિસ્તારમાં રહેતા દંપતીએ યુવતીને એવું પણ કહ્યું હતું કે, તેમના પાડોશમાં એક યુવક રહે છે, જેની સાથે તારા લગ્ન કરવી આપીશું. આ બધી વાત ચાલી રહી હતી ત્યારે લગ્નની વાત કરનાર મહિલાની તબિયત લથડી હતી. જે બાદમાં તેણીએ થોડા દિવસ સુધી યુવતીને ઘર કામમાં મદદ કરવાનું કહ્યું હતું. યુવતીએ મદદની હા કહી હતી અને તેની દીકરી સાથે તેના ઘરે રહેવા માટે ગઈ હતી.આ પણ વાંચો: સુરત: દીકરીની છેડતીની ફરિયાદ કરવા પહોંચેલા માતાપિતાને યુવકના પરિવારે માર્યો માર

અહીં આખો દિવસ યુવતી અને તેની દીકરી દંપતીના ઘરમાં ઘરકામ કરતા હતા. સાંજે થાકીને યુવતી ઘરના એક ખૂણામાં સુઈ રહેતી હતી. આ દરમિયાન ઘરનો મોભી બીમાર પત્ની ઊંઘી ગયા બાદ યુવતી જે રૂમમાં હતી ત્યાં પહોંચી ગયો હતો અને યુવતીની બાજુમાં ઊંઘી ગયો હતો. આવી હરકતથી યુવતી ગભરાઇ ગઈ હતી અને ત્યાંથી ઉઠીને બહાર જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ઘરના મોભીએ યુવતીને નિર્વસ્ત્ર કરી નાંખી હતી. સાથે જ યુવતીને ધમકી આપી કે, જો કોઈને કંઈ કહીશ તો તારી દીકરી સાથે પણ આવું કરીશ.

આ પણ વાંચો: ગાડી નવી હોય કે જૂની, ફિટનેસ ટેસ્ટ વગર રસ્તા પર નહીં દોડી શકે, જાણો આખો મામલો

આ સાંભળીને યુવતી ખૂબ ડરી ગઈ હતી. આ દરમિયાન આરોપીએ પોતાની હવસ સંતોષી લીધી હતી. આ બનાવ બાદ યુવતી ડરીને અને પોતાની દીકરી સાથે ત્યાંથી નીકળી ગઈ હતી. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:March 19, 2021, 13:42 pm

ટૉપ ન્યૂઝ