અમદાવાદ : દીકરીના લગ્નનો ખર્ચ ચૂકવવા માટે મંગાવેલા રૂપિયા ગઠિયો લઈ ગયો


Updated: June 18, 2020, 11:54 AM IST
અમદાવાદ : દીકરીના લગ્નનો ખર્ચ ચૂકવવા માટે મંગાવેલા રૂપિયા ગઠિયો લઈ ગયો
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદીએ ભાઈની દીકરીના લગ્ન માટે નાસિકના વેપારી પાસેથી આંગડિયા પેઢી મારફતે 2.30 લાખ રૂપિયા મંગાવ્યા હતા.

  • Share this:
અમદાવાદ : લૉકડાઉન (Lockdown) બાદ અનલૉક (Unlock 1.0) થતાંની સાથે જ હવે તસ્કરો અને ગઠિયા માટે જાણે કે સિઝન શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. માધુપુરા (Madhupura)માંથી નજર ચૂકવી રૂપિયા 5 લાખ ભરેલી બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં પણ ગઠિયો 2 લાખ 29 હજાર ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો છે.

નિકોલમાં રહેતા સંજય કનેરિયાએ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના ભાઈની દીકરીના લગ્નનો ખર્ચ ચૂકવવા માટે તેમણે નાસિકથી તેમના વેપારીને ત્યાંથી 2.30 લાખ રૂપિયા મંગાવ્યા હતા. વેપારીએ રૂપિયા બાપુનગરની આર.સી.આંગડિયા પેઢીમાં મોકલી આપ્યા હતા.

ફરિયાદી આ રૂપિયા લઈ તેમના ટેમ્પામાં કંડક્ટર સીટની સામેના પ્લાસ્ટિકના ખાનામાં મૂક્યા હતા અને તેઓ અનુપમ ટ્રાન્સપોર્ટ ખાતે ગયા હતા. જ્યાં રોડ પર ટેમ્પો પાર્ક કરીને તેઓ તેમના કામથી ગયા હતા. જોકે, થોડીવાર બાદ તેઓ પરત આવતા ટેમ્પામાં નજર કરતા જે ખાનામાં પૈસા મૂક્યા હતા તે ખાનું તૂટેલું જોવા મળ્યું હતું. જેમાંથી પૈસાની બેગ પણ ગાયબ હતી. જેથી તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો : બીજેપી કૉંગ્રેસના 6 પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપશે, એકને મંત્રી પદ મળી શકે : સૂત્ર

હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુને તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ પકડવામાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે છે તે જોવું રહ્યું. 

આ પણ વાંચો : સુરતની મહિલાની પોલીસમાં ફરિયાદ, પતિ તેના પૂર્વ પ્રેમી સાથેની તસવીરો વાયરલ કરી દેશે!
First published: June 18, 2020, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading