અમદાવાદમાં પ્રેમીએ જ કરી કિન્નરની હત્યા, પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ


Updated: February 12, 2020, 9:02 AM IST
અમદાવાદમાં પ્રેમીએ જ કરી કિન્નરની હત્યા, પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ
પ્રતિકાત્મક તસવીર

મમતા માસીને શંકા હતી કે અજયને અન્ય કોઇની સાથે સંબંધ છે. જેથી બંન્ને વચ્ચે અનેક વખત તકરાર થતી હતી. 

 • Share this:
અમદાવાદ : શહેરનાં સરદારનગરમાં કિન્નરને યુવાન સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડ઼્યો છે. પ્રેમીના અન્ય સાથેના સંબંધની શંકા અને વ્હેમનાં કારણે કિન્નરે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.  શહેરના સરદારનગર વિસ્તારમાં કિન્નરની હત્યા થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. નોબલનગરમાં આવેલા વાલ્મિકીનગરમાં રહેતા મમતા માસીને તેના જ પ્રેમીએ હથિયારનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

આ અંગે  પોલીસનું કહેવું છે કે, મમતા માસી,  તેનો પ્રેમી અજય નાળીયા અને અન્ય એક વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી વાલ્મિકી આવાસમાં ભાડે રહેતા હતાં. જોકે, કેટલાક સમયથી મમતામાસી તેમજ અજય વચ્ચે તકરાર ચાલી રહી હતી. મળતી માહિતી પ્રમાણે મમતા માસીને શંકા હતી કે, તેના પ્રેમી અજયને અન્ય કોઇ કિન્નર સાથે પણ સંબંધ છે. જેથી બંન્ને વચ્ચે અનેક વખત આ બાબતને લઇને બોલાચાલી થતી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : મફતમાં સાડી લેવાની લાલચે મહિલાએ સોનાની મગમાળા ગુમાવી

જોકે, આજે ઉગ્ર બોલાચાલી થતાં અજયે મમતા માસીને છાતીના ભાગે હથિયારનો એક ઘા માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મમતા માસીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઇમબ્રાન્ચ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. સ્થાનિક પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

આ વીડિયો પણ જુઓ  :
First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,144

   
 • Total Confirmed

  1,682,220

  +78,568
 • Cured/Discharged

  375,093

   
 • Total DEATHS

  101,983

  +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres