અમદાવાદ : ફાયનાન્સનું કામ કરતા યુવકે આઠમાં માળેથી કૂદી આપઘાત કર્યો

અમદાવાદ : ફાયનાન્સનું કામ કરતા યુવકે આઠમાં માળેથી કૂદી આપઘાત કર્યો
પ્રતિકાત્મક તસવીર

પ્રહલાદનગર રોડ પર આવેલ સચિન ટાવરમાં રહેતા રવી દવેએ ગણેશ પ્લાઝાના આઠમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી છે.

  • Share this:
અમદાવાદ :  શહેરમાં દિવસેને દિવસે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. બે દિવસ પહેલા નિકોલમાં ખાનગી ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીએ બિલ્ડીંગ પરથી ઝંપલાવીને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે તો આજે બપોરના સમયે શહેરના સીજીરોડ પર આવેલ ગણેશ પ્લાઝાના આઠમા માળેથી ઝંપલાવીને રવી દવે નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે.

ગણેશ પ્લાઝામાંથી ઝંપલાવીને કોઇએ આત્મહત્યા કરી હોવાના સમાચાર મળતા જ નવરંગપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ પ્રહલાદનગર રોડ પર આવેલ સચિનટાવરમાં રહે છે, અને ઘરે બેઠા જ ફાયનાન્સનું કામ કરી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.આ પણ વાંચો :  અમદાવાદ : લગ્નનો ઇન્કાર કરનાર યુવતીની ફેક ID બનાવી બિભત્સ ગાળો આપી

જોકે, આત્મહત્યા કરતા પહેલા તે ઘરેથી  સ્યુસાઇડ નોટ લખીને નીકવ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે સ્યુસાઇડ નોટમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે મારી જાતે જ આપઘાત કરું છું, બીજા કોઇને દોષ નથી. ઉપરાંત તેણે બેંગ્લોરમાં અભ્યાસ કરતાં તેના પુત્ર અને પત્નીની પણ માફી માંગી હોવાનો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કર્યો છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં ઠંડી હજુ વધશે! ડીસામાં ઠંડીએ 10 વર્ષેનો રેકોર્ડ તોડ્યો

હાલમાં પોલીસએ મૃતકનો મૃતદેહ પોસ્ટમોટ્મ માટે મોકલી આપ્યો છે. અને રવી દવે ગણેશ પ્લાઝા કેવી રીતે પહોચ્યાં અને તેમણે ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે હાલમાં વધુ તપાસ શરૂ કરી છે. રવી દવેના આત્મહત્યા કરવા પાછળ આર્થિક સંકડામણ જવાબદાર છે કે કેમ તે અંગે પણ પોલીસ એ તપાસ હાથ ધરી છે.
Published by:News18 Gujarati
First published:December 29, 2019, 08:25 am

ટૉપ ન્યૂઝ