અમદાવાદ : શહેરમાં ફરી એકવાર ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો


Updated: December 18, 2019, 10:20 AM IST
અમદાવાદ : શહેરમાં ફરી એકવાર ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
પ્રતિકાત્મક તસવીર

લગ્ન બાદ યુવતી સાથે તેના સાસરિયા પક્ષના લોકો નાની નાની વાતમાં બોલાચાલી કરતા હતા અને ફોન પર તેના પિતા સાથે વાત કરવા દેતા ન હતા.

  • Share this:
અમદાવાદ: સરખેજના ફતેહવાડીમાં રહેતી પરિણીતાને પતિએ ત્રણવાર તલાક તલાક કહીને ઘરમાંથી કાઢી મૂકી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પરિણીતાને તેના સસરાએ તેના પિતા પાસેથી રૂ. 50 હજાર લઈ આવવાનું કહ્યું હોવા ઉપરાંત નાની નાની વાતમાં મારઝૂડ અને ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે.

ફતેહવાડીમાં આવેલા એક રો-હાઉસમાં રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન 2017માં થયા હતા. લગ્ન બાદ યુવતી સાથે તેના સાસરિયા પક્ષના લોકો નાની નાની વાતમાં બોલાચાલી કરતા હતા અને ફોન પર તેના પિતા સાથે વાત કરવા દેતા ન હતા. મહિલાનો પતિ આખો દિવસ કોઈ અન્ય મહિલા સાથે ફોન પર વાતો કરતો હતો, આ મામલે મહિલા કંઈ પૂછતી ત્યારે તે ઝઘડો કરતો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : સરસપુરમાં બે પોલીસ કોન્સ્ટેબલ પર છરીથી હુમલો, આરોપી ફરાર

એટલું જ નહીં પરિણીતાની ફરિયાદ પ્રમાણે તેના સસરાએ પાંચ દિવસ પહેલા પિતા પાસેથી રૂ. 50 હજાર લઈ આવવાનું કહીને બોલાચાલી કરી હતી. જે બાદમાં પતિએ પત્નીને 'મારે તને નથી રાખવી' કહીને ત્રણ વાર તલાક તલાક કહી પહેરેલા કપડે કાઢી મૂકી હતી.

પરિણીતાને કાઢી મૂક્યા બાદ તેના પિતરાઈ ભાઈને કપડાં લેવા મોકલતા તેના સાસુ-સસરા અને જેઠે બોલાચાલી કરી માર માર્યો હતો. સમગ્ર બાબતને લઈને વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
First published: December 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading