અમદાવાદના પતિની વેદના: માથાભારે પત્ની જમવાનું નથી આપતી, ગંદી ગાળો આપી માર મારે છે!

અમદાવાદના પતિની વેદના: માથાભારે પત્ની જમવાનું નથી આપતી, ગંદી ગાળો આપી માર મારે છે!
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદની માથાભારે પત્ની: ફરિયાદીની માતા રસોઈ બનાવતી હતી ત્યારે તેની પત્નીએ માથાના વાળ પકડીને મારી નાંખવાની ધમકી આપી હતી.

  • Share this:
અમદાવાદ: અત્યારસુધીમાં તમે ઘર કંકાસ (Domestic violence)ના અનેક કિસ્સા સાંભળ્યા હશે. જેમાં મોટાભાગે પતિ (Husband)એ પત્ની પર અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ હોય છે. જોકે, શહેરના નવરંગપુરામાં એક પત્ની (Wife) માથાભારે બનીને પતિ પર અત્યાચાર ગુજારતી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી વ્યક્તિએ વર્ષ 2011માં મહેસાણાની એક મહિલા સાથે પરિવારની સંમતિ વગર લગ્ન (Marriage) કર્યા હતા. લગ્નના શરૂઆતના સમયમાં તેની પત્ની સારી રીતે રહેતી હતી. પરંતુ કેટલાક સમય બાદ નાની નાની બાબતોમાં ફરિયાદી અને તેના માતા-પિતા સાથે ઝઘડા કરતી હતી.

જે બાદમાં તેઓ વર્ષ 2016માં નવરંગપુરા ખાતે મકાન લઈને તેમના પુત્ર સાથે અલગ રહેવા માટે ગયા હતા. જોકે, ત્યાં પણ તેની પત્ની તેમને બે ત્રણ દિવસ સુધી જમવાનું બનાવી આપતી ન હતી. આ કારણે ફરિયાદી અને તેમનો પુત્ર ફ્લેટમાં આસપાસના રહીશોને ત્યાં જમવા માટે જતા હતા. જે અંગેની જાણ તેના માતાપિતાને થતા તેઓ પણ અહીં રહેવા માટે આવ્યા હતા. આ સમયે ફરિયાદીની પત્ની તેની માતાને ગંદા શબ્દો બોલતી હતી.આ પણ વાંચો:  ચાર બાળકોની ગળું દબાવીને હત્યા કર્યાં બાદ પિતાનો આપઘાત

ફરિયાદીની માતા તેમના માટે રસોઈ બનાવતી હતી ત્યારે તેની પત્નીએ માથાના વાળ પકડીને મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, તેના પુત્રએ આજીજી કરતા તેને છોડી દીધી હતી. બાદમાં ચોથી ફેબ્રુઆરીએ ફરિયાદીની પત્નીએ ચોથા માળેથી પાણીની બોટલ નીચે નાંખી હતી. ફરિયાદીએ આ અંગેનું કારણ પૂછતાં તેણે બીભત્સ ગાળો આપીને લાફા માર્યા હતા. જેની જાણ પોલીસને કરતા હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: યુવકે 45 વર્ષીય મહિલાને પ્રેમજાળમાં ફસાવી, મહિલાએ સંબંધ કાપી નાખતા તેની દીકરીને તસવીરો મોકલી

પત્નીના અસહ્ય ત્રાસથી પતિએ જીવન ટૂંકાવ્યું

આવી જ વધુ એક ઘટના શહેરમાં (Ahmedabad) પત્નીના અસહ્ય ત્રાસના કારણે પતિએ આત્મહત્યા કરી લીધી છે. જે બાદમાં પત્ની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિકોલ નવા નરોડા વિસ્તારમાં રહેતા રાધાચરણ શર્માએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 21મી ઓક્ટોબરે તેમના ભાઈ શિવકાન્ત શર્માએ તેમના ઘરની સાતમા માળેથી રસોડાની ગેલેરીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. જોકે, તેમની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ જ્યારે ફરિયાદી પાંચમી નવેમ્બરે અમદાવાદ આવ્યા હતા ત્યારે શિવકાંત શર્માના મિત્ર બીપીનભાઈ પાસેથી જાણકારી મળી હતી કે, તેઓ શિવકાંતભાઇના ઘરે ગયા હતા ત્યારે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.

સવારના સાડા નવ વાગ્યાની આસપાસ શિવકાંત તેમના રસોડામાં ગયા હતા અને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને પાણી પીને બોટલ ફેંકી દીધી હતી. જે બાદમાં ઝઘડા ખતમ કરી નાખો તેમ કહીને રસોડાની ગેલેરીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. શિવકાંતના મિત્ર પાસેથી તેઓને જાણવા મળ્યું હતું કે, તેઓ અવારનવાર એવું કહેતા હતા કે તેમની પત્ની સતત માનસિક ત્રાસ આપે છે.
Published by:Vinod Zankhaliya
First published:February 11, 2021, 09:25 am

ટૉપ ન્યૂઝ