અમદાવાદ : લગ્નનો ઇન્કાર કરનાર યુવતીની ફેક ID બનાવી બિભત્સ ગાળો આપી

અમદાવાદ : લગ્નનો ઇન્કાર કરનાર યુવતીની ફેક ID બનાવી બિભત્સ ગાળો આપી
યુવકના કારસ્તાને તેને પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દીધો હતો

યુવતિએ લગ્નની ના પાડતા યુવકે બનાવ્યુ ફેક આઈડી,સાયબર ક્રાઈમએ આરોપીની કરી અટકાયત

  • Share this:
અમદાવાદ : શહેરમાં એક યુવતીએ યુવક મિત્રને લગ્નનનીના પાડતા યુવકે યુવતીના નામનું ફેક ફેસબુક આઈડી બનાવી બીભત્સ મેસેજ મોકલતા આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ કરતા નારોલના રાજ સતીશ ગોહિલ નામના યુવકની ધરપકડ કરી હતી.

હાલના સમયમાં સોશિયલ મિડીયાનો ઉપયોગએ માત્ર યુવકો જ નહિ પરંતુ દરેક ઉંમરના લોકો કરતા હોય છે. અને એક બીજના સંપર્કમાં રહેતા હોય છે. આ જ સોશિયલ નેટવર્કના મારફતે અનેક અઘરા કામો આસાન બની જતા હોય છે. અને કેટલાક લોકો માટે તો આશિર્વાદ સમાન પણ પુરવાર થતુ હોય છે. પરંતુ આ જ સોશિયલ નેટવર્કની બીજુ પણ પાસુ છે અને તે છે લોકોને બદનામ કરવાનુ. હાલમાં આ જ સોશિયલ નેટવર્ક થકી લોકો પોતાની દુશ્મનાવટ નીકળતા હોય છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં બની છે.આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડી હજુ વધશે! ડીસામાં ઠંડીએ 10 વર્ષેનો રેકોર્ડ તોડ્યો

એક તરફી પ્રેમમાં પડેલા યુવકને યુવતીએ લગ્ન માટે ના પાડતા એ વાતનું મનદુઃખ થતા યુવતીના નામનું ફેક પ્રોફાઈલ બનાવ્યું હતું જેમાં ફરિયાદી યુવતીના નામ અને ફોટાનો ઉપયોગ કરીને યુવતીને બદનામ કરવા તેમજ હેરાન કરતો હતો .આ મામલે સાયબર ક્રાઇમે રાજ સુથાર નામના આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : શામળાજીઃ ટાયર ફાટતા ટ્રક આઠ દુકાનોમાં ઘૂસી, બે લોકોના મોત, બે દટાયાની આશંકા

આ આરોપીની સાયબર ક્રાઈમએ અટકાયત તો કરી લીધી છે પરંતુ તેમ છતા પણ આ પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધુને વધુ બનતા જાય છે જેને રોકવા માટે સમાજને સભ્ય અને સંસ્કારી બનવવો જરુરી છે તો જ આ આશિર્વાદ રુપ ટેકનોલોજી કામમાં આવી શકશે નહી તો આ જ ટેકનોલોજી અભિશાપ રુપ પણ સાબિત થઈ શકે છે.
Published by:News18 Gujarati
First published:December 29, 2019, 07:44 am

ટૉપ ન્યૂઝ