અમદાવાદ : પરિણીતાને રાતના સમયે રૂમની લાઈટ ચાલુ કરવી ભારે પડી


Updated: June 12, 2020, 1:04 PM IST
અમદાવાદ : પરિણીતાને રાતના સમયે રૂમની લાઈટ ચાલુ કરવી ભારે પડી
પ્રતિકાત્મક તસવીર

દીકરીએ પથારીમાં ટોઇલેટ કરતા પરિણીતાએ બેડરૂમની લાઇટ ચાલુ કરી હતી, પતિનો પિત્તો જતા માર માર્યો.

  • Share this:
અમદાવાદ : શહેરના વાસણા વિસ્તાર (Vasana Area Ahmedabad)માં રાત્રે લાઈટ ચાલુ કરવી એક પરિણીતા (Married Woman)ને ભારે પડી છે. દોઢ માસની દીકરી ટોઇલેટ (Toilet) કરતા તેને સાફ કરવા માટે ફરિયાદીએ રૂમની લાઇટ (Light) ચાલુ કરી હતી. જે બાદમાં તેને પતિ (Husband)એ તેને માર માર્યો છે. આ મામલે પરિણીતાએ પોતાના પતિ સામે ફરિયાદ આપી છે.

વાસણામાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે 10મી તારીખે રાત્રે દસ વાગ્યાની આસપાસ તેની દોઢ માસની દીકરી પથારીમાં ટોઇલેટ કરી જતા તેણે લાઈટ ચાલુ કરી હતી. આ દરમિયાન તેની સાસુએ તેના દીકરાને સૂવાનું છે તેમ કહીને લાઈટ બંધ કરવા માટે કહ્યું હતું. સાસુની આવી વાત બાદ ફરિયાદીએ દીકરીની પથારી સાફ કરીને લાઈટ બંધ કરી દેશે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો : શિક્ષિકા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં રહેતી હોવાથી સ્કૂલે નોકરીમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપ

આ દરમિયાન મહિલાનો પતિ જાગી ગયો હતો અને તેની પત્નીને ગંદી ગાળો ભાંડી હતી. ફરિયાદીએ તેમ ન કરવા કહેતા જ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને માર માર્યો હતો. જેથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ તેના માતાપિતાને કરી હતી.

અગાઉ પંદરેક દિવસ પહેલા પણ ફરિયાદીને તેના પતિએ ઘરમાં નહિ આવવા દઈને ઝઘડો કર્યો હતો. જોકે, સમાધાન થઈ જતાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. હાલ પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : શું તમે દીપિકા પાદુકોણના બૉડીગાર્ડનો પગાર જાણો છો? ઝીરો ગણી ગણીને થાકી જશો
First published: June 12, 2020, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading