અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચના PSI શ્વેતા જાડેજા સામે 35 લાખના તોડની ફરિયાદ


Updated: July 3, 2020, 6:32 PM IST
અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચના PSI શ્વેતા જાડેજા સામે 35 લાખના તોડની ફરિયાદ
પીએસઆઈ જાડેજા.

મહિલા પીએસઆઈએ બે બળાત્કારના આરોપીને પાસામાં ન ધકેલવા માટે ટૂકડે ટૂકડે 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ.

  • Share this:
અમદાવાદ : મહિલા ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Mahila Crime Branch)ની મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી ટુકડે ટુકડે 35 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાતા ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં ચર્ચા ચકડોળે ચડી છે. જે બાદમાં અરજીઓ પર મહિલા ક્રાઇમમાં થતો વહીવટ હવે ખુલ્લો પડ્યો છે. મહિલા પીએસઆઇ શ્વેતા એસ જાડેજા (PSI Shweta S Jadeja)એ બળાત્કારના આરોપી પાસેથી પૈસા પડાવ્યા હોવાની આ ફરીયાદ છે. આરોપી પાસે થી 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા જ આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

આરોપી પર બળાત્કાની બે ફરિયાદ નોંધાઈ હતી અને તે માટે આરોપીને પાસા ન કરવા 35 લાખ રૂપિયા  માંગ્યા હતા. આરોપીએ ટુકડે ટુકડે 35 લાખ ચૂકવ્યા હતા. આરોપીએ આંગડિયા અને ચેક મારફતે પૈસા આપતા પુરાવા એકત્રિત કરી આ ફરિયાદ નોંધવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો પૈસા આપ્યા બાદ આરોપીએ PSI સામે અરજી કરી હતી અને મોટા માથાઓની ઓળખાણથી PSI સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે તપાસ SOGને સોપાતા એસઓજીએ મહિલા PSI શ્વેતા એસ જાડેજાની અટકાયત કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : યુવકનો બીભત્સ વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતી ગેંગ ઝડપાઈ

મહિલા PSI 2017ની બેચમાં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. મહિલા PSI શ્વેતા જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં તેઓને એક કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ કેસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો વર્ષ 2019નો બળાત્કાર કેસ હતો. આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહીં પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ફરી તપાસ મહિલા PSIને સોંપવામાં આવી હતી.આ પણ વાંચો : કોરોનાને પગલે વાલીઓની પીડા સમજીને હિંમતનગરની સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી 

બે-બે બળાત્કાર કેસની તપાસના આરોપીને મહિલા PSIએ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને કાયદાકીય ધાકધમકી આપી તેને પાસામાં ધકેલી દેવાની ચીમકી આપી હતી. જો પાસા ન કરવા હોય તો 20 લાખની માંગણી કરી. જેમાં ફરિયાદી સહમત થઇ જતા બળાત્કાર કેસના આરોપીએ મહિલા PSIના કહેવાથી 20 લાખ રૂપિયા જયુભા નામના શખ્સને જામજોધપુર ખાતે આંગડિયાથી મોકલી આપ્યા હતા. બાદમાં ફરીવાર બળાત્કાર કેસના આરોપીને મહિલા PSI બોલાવીને ધમકી આપી ફરીથી પાસા ન કરવા હોય તો 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

વીડિયો જુઓ : અમદાવાદમાં સાંજે ભારે વરસાદબીજીવાર પણ બળાત્કાર કેસના આરોપીએ ચેક અને આંગડિયા મારફતે પૈસા ચૂકવ્યા હતા. આ આખી ઘટના થયા બાદ બળાત્કાર કેસના આરોપીએ મોટા ગજાના અધિકારીને ભલામણ કરીને મહિલા PSI શ્વેતા જાડેજા સામે ક્રાઇમ બ્રાંચમાં પ્રાથમિક અરજી કરી હતી. જે આધારે ક્રાઇમ બ્રાંચે ગુરુવારે ફરિયાદ નોંધી તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી હતી. અમદાવાદ SOGએ મહિલા PSI શ્વેતા જાડેજાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: July 3, 2020, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading