શંકાસ્પદ લોકોનો પીછો કરી રહેલા પોલીસ જવાનને શખ્સોએ માર મારી લૂંટી લીધો

News18 Gujarati
Updated: October 18, 2019, 10:03 AM IST
શંકાસ્પદ લોકોનો પીછો કરી રહેલા પોલીસ જવાનને શખ્સોએ માર મારી લૂંટી લીધો
અમદાવાદ પોલીસ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારનો બનાવ, વસ્ત્રાપુરના એલઆરડીએ આ બાબતે ફરિયાદ નોંધાવી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : સામાન્ય રીતે કોઇ ઘટના બને છે ત્યારે પોલીસ પોતાની હદને લઇને વિવાદ સર્જતી હોય છે. વસ્ત્રાપુરના એક એલઆરડી(LRD)એ પોતાના ઘર પાસેથી જતા ત્રણ શંકાસ્પદ લોકોને જોતા જ હદનો વિચાર કર્યા વગર ત્રણેયનો પીછો કર્યો હતો. એલઆરડી એકલો હતો તેમજ શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ ત્રણ હોવાથી તેઓએ એલઆરડીને માર મારીને તેનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. આ મામલે એલઆરડી (Lok Rakshak Dal) જવાને ઘાટલોડિયામાં ફરિયાદ નોંધાવી છે.

ચાંદલોડિયાની એક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ ગોહિલ દોઢ વર્ષથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ પોતાના ઘરેથી ચાંદલોડિયા બ્રીજ પાસે ચા પીવા જતા હતા ત્યારે ચાંદલોડિયા ગ્રામ પંચાયત પાસેથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ બાઇક પર ત્રણ સવારીમાં પૂર ઝડપે નીકળ્યા હતા. ત્રણેય લોકો જે રીતે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેના પરથી જવાનને શંકા પડી હતી. આથી જવાને ત્રણેયનો પીછો કર્યો હતો, પરંતુ ત્રણેય હાથમાં આવ્યા ન હતા.

બાદમાં શનિદેવ મંદિર પાસે આ શખ્સોએ એકાંતમાં પોતાનું બાઇક ઉભું રાખ્યું હતું. બાઇકનો નંબર જોઇને જવાન પોતાના મોબાઇલમાં બાઇકના નંબરની ખરાઈ કરવા માટે તપાસ કરી રહ્યો હતો. જે બાદમાં ત્રણેય શખ્સોએ એલઆરડી જવાનને માર માર્યો હતો અને અમારો પીછો કેમ કરી રહ્યો છે તેવું કહીને ઝપાઝપી કરી હતી અને મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.

એલઆરડી જવાને પ્રતિકાર કરતા ત્રણેય શખ્સો પથ્થરો મારીને બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા. જે બાદમાં જવાને કંટ્રોલરૂમને જાણ કરતા ઘાટલોડિયા પોલીસ આવી પહોંચી હતી અને ચાંદલોડિયા બ્રિજ તરફ ભાગેલા શખ્સોને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.
First published: October 18, 2019, 8:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading