અમદાવાદ : 'લગ્નની લાલચ આપી પ્રેમીએ છૂટાછેડા કરાવી શરીર સબંધ બાંધ્યો, અને બીજે લગ્ન કરી દીધા'

અમદાવાદ : 'લગ્નની લાલચ આપી પ્રેમીએ છૂટાછેડા કરાવી શરીર સબંધ બાંધ્યો, અને બીજે લગ્ન કરી દીધા'
પરિણીતાને છૂટાછેડા કરાવી પ્રેમીએ બીજે લગ્ન કર્યા

આરોપીએ નર્સ તરીકે કામ કરતી મહિલાને લગ્નની લાલચ આપી અગાઉના પતિ પાસે છૂટાછેડા કરાવ્યા અને બીજે લગ્ન કરી દીધા

  • Share this:
અમદાવાદ : અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી એક નર્સને ભારે પડી ગઈ છે. કાપડની દુકાનમાં થયેલા સંપર્ક બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને આરોપીએ નર્સ તરીકે કામ કરતી મહિલાને લગ્નની લાલચ આપી અગાઉના પતિ પાસે છૂટાછેડા કરાવ્યા, અને વારંવાર શરીર સબંધ બાંધ્યો. જોકે મહિલાએ પ્રેમીને લગ્ન માટે દબાણ કરતા યુવકે અન્ય જગ્યા પર લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યું.

શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક મહિલાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે, તેના મિત્રના પતિ કાપડનો વેપાર કરતા હોવાથી તે બરોડાથી અહીં કાપડ લેવા માટે આવતા હતી. જ્યારે તેઓ અહીં કાપડ લેવા માટે આવતી હતી ત્યારે તે દુકાન પર ફરિયાદીને સૌરભભાઈ નામના વ્યક્તિ મળી હતી. જેમણે આ મહિલાને હોલસેલમાં કાપડ ખરીદવા માટે ધર્મેન્દ્ર નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો.બાદમાં આ મહિલા અને ધર્મેન્દ્ર વચ્ચે અવાર-નવાર ટેલિફોન પર મેસેજ અને વાતચીત થતી હતી. આ વ્યક્તિએ ફરિયાદી મહિલાને પોતે કુંવારો હોવાનું કહીને મહિલાને તેના પતિથી છૂટાછેડા લઇ અમદાવાદ આવવા માટે કહીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. જેથી મહિલાએ તેના પતિથી છૂટાછેડા લઈને અમદાવાદમાં રહેવા માટે આવી હતી.

બાદમાં આરોપી રજાના દિવસે જ્યારે તેની ઓફિસમાં કોઈ હાજર ન હોય ત્યારે મહિલાને બોલાવીને તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. જોકે ધર્મેન્દ્રએ અન્ય લગ્ન કરી લીધા હોવાની જાણ થતાં મહિલાએ તેનો સંપર્ક કરતાં, તેમણે કહ્યું હતું કે, તેના લગ્ન થઈ ગયેલ છે અને હાલ કાનપુરમાં છે. બાદમાં તેણે મહિલાનો ફોન બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:January 10, 2021, 23:15 pm

ટૉપ ન્યૂઝ