Home /News /madhya-gujarat /

અમદાવાદ રથયાત્રા: ડ્રોનની નજરે જુઓ ભગવાનની નગરચર્યા, કર્ફ્યૂ સાથે સંપન્ન થઈ 144મી રથયાત્રા

અમદાવાદ રથયાત્રા: ડ્રોનની નજરે જુઓ ભગવાનની નગરચર્યા, કર્ફ્યૂ સાથે સંપન્ન થઈ 144મી રથયાત્રા

ડ્રોનનો નજારો.

Ahmedabad Lord Jagannath Rathyatra: રથયાત્રાના રૂટમાં આવતી પોળના લોકોએ પોતાના ઘર અને ધાબા પર રહીને જ ફૂલો તેમજ રંગબેરંગી કાગળો ઉડાવીને ભગવાનનું સ્વાગત કર્યું હતું.

    અમદાવાદ: અમદાવાદમાં આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા કર્ફ્યૂ (Ahmedabad Lord Jagannath Rathyatra) વચ્ચે નીકળી હતી. બધા વર્ષ કરતા આ વખતની રથયાત્રા ખૂબ અલગ હતી. આ વર્ષે તમામ ભક્તોએ ટીવી પર રથયાત્રાના દર્શન (Rathyatra darshan) કર્યાં હતાં. આ દરમિયાન પોલીસ તરફથી રથયાત્રા પર નજર રાખવા માટે ડ્રોન (Rathyatra drone visual)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રથયાત્રા પર સમય પહેલા જ ચાર કલાકમાં પૂર્ણ થઈ ગઈ હતી. લોકોએ ખૂબ સાથ-સહકાર આપ્યો એ માટે અમદાવાદના પોલીસ કમિશનરે ખાસ આભાર માન્યો હતો. વર્ષોથી યોજાતી અમદાવાદની રથયાત્રાને જોવી એ એક લ્હાવો છે. હવે આધુનિક ટેક્નોલોજી આવી છે ત્યારે અમે તમને આ જે રથયાત્રાનો ડ્રોનનો નજારો બતાવી રહ્યા છીએ.

    અમિત શાહે મંગળા આરતી કરી

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) આજે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી. મંગળા આરતી (Mangla Aarti) માં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાનની આંખો પરથી પાટા હટાવ્યા હતા. આ સાથે જ તેમણે લોકોને ટીવીના માધ્યમથી જ ભગવાનના દર્શન કરવાની અપલી કરી હતી.

    વિજય રૂપાણી અને નીતિન પટેલે કરી પહિંદ વિધિ

    ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની શરૂઆત સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદ વિધિ કરીને કરાવી હતી. બંને નેતાઓએ સોનાની સાવરણીથી ભગવાનનો રસ્તો સાફ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પહિંદ વિધિ બાદ સીએમ અને ડે. સીએમએ દોરડાથી રથ પણ ખેંચ્યો હતો.

    પોળોમાં ભગવાનનું ભાવભીનું સ્વાગત

    રથયાત્રાના રૂટમાં આવતી પોળના લોકોએ પોતાના ઘર અને ધાબા પર રહીને જ ફૂલો તેમજ રંગબેરંગી કાગળો ઉડાવીને ભગવાનનું સ્વાગત કર્યું હતું. કર્ફ્યૂ હોવાથી લોકો રસ્તા પર આવી શક્યા ન હતા.

    સરસપુરમાં અમુક લોકોને જ હાજર રખાયા

    દર વર્ષે રસરપુર ખાતે ભગવાનનું મામેરું કરવામાં આવે છે. જે બાદમાં મહાપ્રસાદનું આયોજન થયું હોય છે. જોકે, આ વખતે મામેરું ભરાયું હતું પરંતુ તેમાં યજમાનને જ હાજર રહેવા દેવાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે સરસપુર ખાતે રથો રોકાયા ન હતા. પાંચ મિનિટના વિરામ બાદ રથ નિજ મંદિર તરફ રવાના કરી દેવાયા હતા.

    સમય પહેલા જ પૂર્ણ થઈ રથયાત્રા

    અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિથી નીકળી શકે તે માટે બપોરના બે વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસને અંદાજ હતો કે 12 વાગ્યાની આસપાસ રથયાત્રા પર આવી જશે. જોકે, સમય પહેલા જ 11 વાગ્યા પહેલા રથયાત્રા નિજ મંદિર પર ફરી હતી. જે બાદમાં રથોનો મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યા હતા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી સાથે દર્શનની છૂટ આપવામાં આવી હતી.





    મંદિરના મહંતે આભાર માન્યો

    રથયાત્રા પર આવ્યા બાદ મંદિરના મહંત દિલીપદાસજીએ સરકાર, પોલીસ અને જનતાનો આભાર માન્યો હતો. લોકોએ જે રીતે સ્વયંશિસ્ત જાળવી તે માટે મહંતે તેમને ખૂબ આભાર માન્યો હતો. આ સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ લોકોનો આભાર માન્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, Curfew, Lor Jagannath, Rathyatra, Rathyatra 2021, અમદાવાદ, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन