સાવધાન : અમદાવાદમાં ડુપ્લીકેટ ચાવી બનાવવાવાળો ઘરનાં લોકરમાંથી પરિવારની હાજરીમાં જ ચોરી ગયો લાખો રૂપિયા


Updated: August 12, 2020, 7:45 AM IST
સાવધાન : અમદાવાદમાં ડુપ્લીકેટ ચાવી બનાવવાવાળો ઘરનાં લોકરમાંથી પરિવારની હાજરીમાં જ ચોરી ગયો લાખો રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

બપોરના સમયે ફરિ.યાદી, તેમની પુત્રવધૂ અને પૌત્રી ઘરે હાજર હતા તે દરમિયાન બે યુવાનો તાળાની ચાવી બનાવવાની બૂમો પાડતા હતા.

  • Share this:
અમદાવાદ : લોકડાઉન બાદ અનલૉકમાં (unlock) નીતનવી મોડેસ ઓપરેન્ડીથી લોકો છેતરપિંડીનો (fraud) ભોગ બની રહ્યા છે. શહેરના મણિનગર વિસ્તારમાં એક વૃદ્ધાને ડુપ્લીકેટ ચાવી  (Duplicate Key)  બનાવવી ભારે પડી છે. પોતાની મહેનતનાં 1,37,000 ગુમાવવાનો (loot) વારો આવ્યો. આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરી છે.

મણિનગરમાં અર્બુદા સોસાયટીમાં રહેતા ભારતીબેન ઉપાધ્યાયએ ફરિયાદ નોંધાવી છે કે, બપોરના સમયે તેઓ, તેમની પુત્રવધૂ અને પૌત્રી ઘરે હાજર હતા તે દરમિયાન બે યુવાનો તાળાની ચાવી બનાવવાની બૂમો પાડતા હતા. જેથી ફરિયાદી એ તેમની તિજોરી તેમજ લોકરની ચાવી બનાવવા માટે તેઓ ને તેમના ઘરે બોલાવ્યા હતા.

આ પણ વાંચો - Janmashtami 2020 : દ્વારકા સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરોમાં આવી રીતે થશે ઉજવણી

આ બંને યુવાનો ચાવી બનાવતા હતા ત્યારે તેમને લોકરના તાળામાં ગરમ તેલ નાખવાનુ કહીને ફરિયાદી પાસે ગરમ તેલ મંગાવ્યું હતું. જેથી ફરિયાદી રસોડામાંથી તેલ લઇ ને આવે તેટલામાં તો આ બંને યુવાનોએ તેમને ડુપ્લીકેટ ચાવી આપીને મજૂરી પેટે રૂપિયા 60 લીધા હતા. તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતાં.

આ પણ જુઓ - 
જોકે, ફરિયાદીને શંકા જતા તેમણે મુખ્ય ચાવીથી લોકર ખોલ્યું હતું. ત્યારે તેમને જાણ થઈ હતી કે લોકરમાં પ્લાસ્ટિકની થેલીમાં મુકેલ રૂપિયા 1 લાખ 37 હજાર ગાયબ હતા. બીજા દાગીના કે અન્ય કોઈ ચીજ વસ્તુ ગાયબ હોવાનુ જાણવા મળ્યુ ના હતું. જેથી તેઓ એ તુરંત જ પોલીસને જાણ કરી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.  હાલ માં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી વઘુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - સંજય દત્તને લંગ્સ કેન્સર, કોમલ નાહટાએ ટ્વિટ કરીને મોટો ખુલાસો કર્યો
Published by: Kaushal Pancholi
First published: August 12, 2020, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading