અમદાવાદ : જાહેરમાં જ દેશી દારૂનાં વેચાણનો વીડિયો વાયરલ, પોટલી લેવા થઇ પડાપડી

News18 Gujarati
Updated: September 28, 2019, 12:29 PM IST
અમદાવાદ : જાહેરમાં જ દેશી દારૂનાં વેચાણનો વીડિયો વાયરલ, પોટલી લેવા થઇ પડાપડી
વીડિયોમાંથી લીધેલી તસવીર

આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક લારી પર જેમ શાકભાજી કે નાસ્તા વેચાતા હોય છે તેવી જ રીતે બુટલેગર દારૂ વેચી રહ્યો છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરમાં (Ahmedabad) થોડા દિવસ પહેલા જ નિકોલ વિસ્તારમા દેશી દારૂનાં (Local Liquor) વેચાણથી કંટાળીને લોકોએ જાતે જ જનતા રેડ પાડી હતી. ત્યારે ફરીથી શહેરમાં લારીમાં જ દેશી દારૂનું વેચાણ થઇ રહ્યો હોવાનો વીડિયો વાયરલ (Video Viral) થઇ રહ્યો છે. જેમાં લોકો પોલીસનાં ડરની ઉપર દેશી દારૂ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે.

વાસણા વિસ્તારનો હોવાની ચર્ચા

દેશી દારૂનાં વેચાણનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે ત્યારે આ વીડિયો શહેરનાં વાસણા વિસ્તારનો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક લારી પર જેમ શાકભાજી કે નાસ્તા વેચાતા હોય છે તેવી જ રીતે બુટલેગર દારૂ વેચી રહ્યો છે. બુટલેગર એક કોથળામાં દારૂની પોટલીઓ ભરીને આવે છે. તેની લારીની આજુબાજુ ઘણાં જ લોકો દારૂ ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે. ત્યારે વીડિયોમાં સંભળાઇ રહ્યું છે કે પોલીસની વાન આંટા મારે છે. જેવી આ વાન દૂર થાય છે તેમ જ આ બુટલેગર કોથળામાંથી દારૂની પોટલીઓ ઢાલવે છે. તરત જ ત્યાં ઉભેલા લોકો દારૂ લેવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. જોતજોતામાં થોડી જ વારમાં તેની બધી જ પોટલીઓ ખાલી થઇ જાય છે. થોડી જ મિનિટોમાં તે હજારોનો ધંધો કરીને જતો રહે છે.

આ પણ વાંચો :  અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે દોઢ કરોડની કિંમતના એમ.ડી ડ્રગ સાથે ચાર ઝડપાયા

સુરતમાં પણ દેશી દારૂનાં વેચાણનો વીડિયો વાઇરલ થયો હતો

સુરતમાં થોડા સમય પહેલા સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાયરલ થયેલો વીડિયો સરથાણાના ડાયમંડ નગરનો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ખુલ્લેઆમ જાહેરમાં લોકો દેશી દારૂ પી રહ્યા હોવાનું નજરે પડતા. સરથાણા પોલીસ અને સુરત પીસીબીને વારંવાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતા કાર્યવાહી હાથ નહીં ધરાતા સ્થાનિકોએ જ આ વીડિયો બનાવી સોશયલ મીડિયામાં વાઈરલ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
First published: September 28, 2019
વધુ વાંચો
अगली ख़बर