અમદાવાદઃ live stunt video, ઓઢવ રીંગ રોડ પર રીક્ષાચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ'

અમદાવાદઃ live stunt video, ઓઢવ રીંગ રોડ પર રીક્ષાચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ'
વીડિયો પરની તસવીર

વીડિયોમાં સ્ટંટના બે રાઉન્ડ લગાતો દેખાય છે. પરંતુ બે કરતા વધારે રાઉન્ટ સ્ટંટ કર્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

  • Share this:
અમદાવાદઃ સામાન્ય રીતે તમે યુવકોને બાઈક ઉપર ધૂમ સ્ટાઈલમાં (Dhoom style bike stunt) બાઈક સાથે સ્ટંટ કરતા વીડિયો જોયા હશે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર એક એવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઈક નહીં પરંતુ એક રીક્ષા ચાલક રીક્ષા દ્વારા સ્ટંટ કરતો દેખાય છે. આ વીડિયો અમદાવાદના (Ahmedabad) ઓઢવ રીંગ રોડનો (Odhav ring road) હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જોત જોતામાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે એમ એક રીક્ષા ચાલક રોડ ઉપર પોતાની રીક્ષાને એક બાજુથી ઉંચી કરીને બે પૈડા ઉપર ચલાવે છે. અને આમ આવા સ્ટંટ કરી રહ્યો છે.વીડિયોમાં સ્ટંટના બે રાઉન્ડ લગાતો દેખાય છે. પરંતુ બે કરતા વધારે રાઉન્ટ સ્ટંટ કર્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અહીં મહત્વની બાબત એ છે કે રોડ ઉપર આ પ્રકારના સ્ટંટ કરવાથી અકસ્માત સર્જાઈ શકવાની શક્યતાઓ રહેલી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ ભારે હૈયે ઠાલવ્યું દર્દ, 'મારો પતિ પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો, અને બંને બે કલાક સુધી રૂમમાં એકલા રહ્યાં'

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં આવેલી પામ હોટલ પાસે ગઈ કાલ એટલે કે સોમવારે રાત્રે એક રીક્ષા ચાલકે રીક્ષામાં સ્ટંટ કર્યા હતા. રીંગ રોડ ઉપર સ્ટંટ કરતા જોઈ લોકોના ટોળા એકઠાં થયા હતા. ટોળામાં હજાર લોકોએ આ સ્ટંટનો વીડિયો બનાવ્યો હતો.ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં ઓઢવ પોલીસે આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Published by:ankit patel
First published:May 15, 2021, 16:22 pm