અમદાવાદઃ સમાન્ય રીતે તમે યુવકોને બાઈક ઉપર ધૂમ સ્ટાઈલમાં બાઈક (Dhoom style bike stunt) સાથે સ્ટંટ કરતા વીડિયો જોયા હશે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર એક એવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઈક નહીં પરંતુ એક રીક્ષા ચાલક રીક્ષા દ્વારા સ્ટંટ (Rickshaw Stunt video viral) કરતો દેખાય છે. આ વીડિયો અમદાવાદના (Ahmedabad) ઓઢવ રીંગ રોડનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પંચમહાલના કાલોક નજીક ગોમા નદીમાં રેતી ખનન કરતા ટ્રેક્ટરનો (Tractor stunt video viral) પણ સ્ટંટ વીડિયો વાયરલ થયો છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં આવેલી પામ હોટલ પાસે ગઈ કાલ એટલે કે સોમવારે રાત્રે એક રીક્ષા ચાલકે રીક્ષામાં સ્ટંટ કર્યા હતા. રીંગ રોડ ઉપર સ્ટંટ કરતા જોઈ લોકોના ટોળા એકઠાં થયા હતા. ટોળામાં હજાર લોકોએ આ સ્ટંટનો વીડિયો બનાવ્યો હતો. અને ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.
જોત જોતામાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે એમ એક રીક્ષા ચાલક રોડ ઉપર પોતાની રીક્ષાને એક બાજુથી ઉંચી કરીને બે પૈડા ઉપર ચલાવે છે. અને આમ આવા સ્ટંટના બે રાઉન્ડ લગાવે છે.
વીડિયોમાં સ્ટંટના બે રાઉન્ડ લગાતો દેખાય છે. પરંતુ બે કરતા વધારે રાઉન્ટ સ્ટંટ કર્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અહીં મહત્વની બાબત એ છે કે રોડ ઉપર આ પ્રકારના સ્ટંટ કરવાથી અકસ્માત સર્જાઈ શકવાની શક્યતાઓ રહેલી હતી. પોલીસને વીડિયો અંગે જાણ થતાં વીડિયોના આધારે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.
બીજી તરફ પંચમહાલના ટ્રેક્ટરના સ્ટંટનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. કાલોલ નજીકના ગોમા નદીમાં રેતી ખનન કરતા ટ્રેક્ટરનો સ્ટંટ જોવા મળ્યો હતો. અહીં રેતી ભરેલા ટ્રેક્ટરના સ્ટંટ કરતા વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મહેનત કરવાથી તો ખાલી પેટ જ ભરાય છે, સપના પુરા કરવા તો બે નંબરનું કામ જ કરવું પડે છે. આવા શબ્દો પણ સાંભળવા મળે છે.
ગોમા નદીની રેતીની ભારે માંગ હોવાથી રેતનું મોટા પાયે ખનન થાય છે. અહીં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સ્થાનિક લોકો દ્વારા ખાણ ખનીજ વિભાગને રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં ભરાતા ન હોવાનું પણ સ્થાનિક લોકોનું કહેવું છે.