Home /News /madhya-gujarat /

અમદાવાદઃ હવે આવી ગયો છે coronaનો લેમ્ડા મ્યુટેશન : જાણો તેના વિશે શું કહે છે નિષ્ણાત

અમદાવાદઃ હવે આવી ગયો છે coronaનો લેમ્ડા મ્યુટેશન : જાણો તેના વિશે શું કહે છે નિષ્ણાત

પ્રતિકાત્મક તસવીર

પેરુ દેશમાં સૌ પ્રથમવાર લેમ્ડા મ્યુટેશનનો કેસ સામે આવ્યો હતો. પેરુ, ચીલી, ઇક્વાડોર, આર્જેન્ટિના જેવા 29 દેશોમાં લેમ્ડા મ્યુટેશનના કેસો નોંધાયા છે. આ મ્યુટેશન પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

અમદાવાદઃ કોરોનાએ (coronavirus) આમ તો ગત વર્ષથી હાહાકાર મચાવ્યો છે. અને ત્યારબાદ તેના અલગ અલગ વેરિયન્ટ, મ્યુટેશન (Variant, mutation) સામે આવ્યા તેમના કેટલાક ખુબજ ઘાતક નીવડ્યા હતા. ત્યારે હવે કોરોનાના નવા મ્યુટેશનનો (New mutations of the corona) સામનો કરવા સજ્જ રહેવું પડશે. શુ છે એ કોરોનાનો લેમ્ડા મ્યુટેશન (Lambda mutation). અને કેવી બ્રિટ તેની સામે સચેત રહેવું પડશે તે જાણવું પણ જરૂરી છે.

કોરોનાના વધુ એક મ્યુટેશનથી સાવધાન રહેવાની ચેતવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આપી છે. લેટિન અમેરિકાના (America) દેશોમાં જોવા મળેલા લેમ્બડા મ્યુટેશનથી સાવધાન રહેવા તમામ દેશોને WHO એ ચેતવણી આપી છે.

અમદાવાદના જાણીતા સિનિયર ફિજીશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ  જણાવે છે કે ગત ઓગસ્ટ મહિનામાં પેરુ દેશમાં સૌ પ્રથમવાર લેમ્ડા મ્યુટેશનનો કેસ સામે આવ્યો હતો. પેરુ, ચીલી, ઇક્વાડોર, આર્જેન્ટિના જેવા 29 દેશોમાં લેમ્ડા મ્યુટેશનના કેસો નોંધાયા છે. આ મ્યુટેશન પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-વલસાડઃ ગૌરક્ષક હાર્દિક કંસારા મોત કેસ, ગૌતસ્કરોની ગેંગના ફતા, રામા, જયેશ આહિર સહિત 10 લોકો ઝડપાયા

લેમ્ડા મ્યુટેશનને WHO એ વેરિયન્ટ ઓફ ઈમ્પોર્ટનસમાં મૂકી છે. તેના પરિણામની ચકાસણી પર બાજ નજર રાખવા જણાવ્યું. જો લેમ્બડા મ્યુટેશન ખૂબ જ ઝડપથી પ્રસરે તો આ મ્યુટેશનને વેરિયન્ટ ઓફ કંસર્નમાં મૂકવાની  ફરજ પડશે. અત્યાર સુધી કોરોનાના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા જેવા મ્યુટેશને તબાહી વિશ્વભરમાં મચાવી છે.

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

ત્યારે વધુ એક લેમ્બડા મ્યુટેશનથી ચિંતાજનક પરિસ્થિતિ પેદા થઈ છે. પેરૂમાં આ વર્ષે જોવા મળેલા કોરોનાના કુલ કેસોના 81 ટકા દર્દીઓ લેમ્બડા મ્યુટેશનથી સંક્રમિત હતા તો ચીલીમાં પણ કુલ કેસના 32 ટકા દર્દીઓ લેમ્બડા મ્યુટેશનથી પીડિત હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્ને લગ્ને કુંવારો યુવક! પત્ની અને બાળક હોવા છતાં બીજી યુવતી સાથે નકલી લગ્ન કર્યા, કામવાળીને પણ ન છોડી

મહત્વનું છે કે જ્યારથી કોરોના આવ્યો તેને દોઢ વર્ષ જેટલો સમય વીત્યો છે. જે જે દેશોમાં આ વાયરસનું  ઓરિજન થયું  તે દેશના નામ પ્રમાણે તેના વેરિયન્ટ કે મ્યુટેશનને આફ્રિકન સ્ટ્રેન, બ્રાઝીલ સ્ટ્રેન, યુ.કે. સ્ટ્રેન જેવું નામ રાખવામાં આવતું હતું.




જોકે હાલમાં WHO એ અગત્યનો નિર્ણય લીધો. કે હવે વાયરસના સ્ટ્રેનને દેશના નામથી નહિ પણ વાયરસને આલ્ફા, ડેલ્ટા ના નામથી ઓળખવામાં આવે. જેને લઈ હવે પેરૂમાં સામે આવેલો લેમડા મ્યુટેશન હાહાકાર મચાવી રહ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन