અમદાવાદ : વિકૃત આધેડે બાળકીને પકડી અડપલા કર્યા, પેન્ટની ચેઇન ખોલતા જ લોકોએ પકડી લીધો

અમદાવાદ : વિકૃત આધેડે બાળકીને પકડી અડપલા કર્યા, પેન્ટની ચેઇન ખોલતા જ લોકોએ પકડી લીધો
પ્રતિકાત્મક તસવીર

નાની બાળકી જ્યારે પિતાની દુકાનેથી ઘરે બાથરૂમ કરવા ગઈ અને પરત આવી ત્યારે એક આધેડે તેને પકડી તેની સાથે અડપલા કર્યા

  • Share this:
અમદાવાદ : શહેરમાં મહિલાઓ, યુવતીઓ કે બાળકીઓની સુરક્ષાને લઇને ફરી વખત સવાલો ઉભા થઇ રહ્યા છે. થોડા દિવસ અગાઉ દાણીલીમડામાં બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર ગુજારી મહિલાની હત્યા નીપજાવી હતી. તે ગુનાની શાહી સુકાય એ પહેલા શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની સગીરા પાડોશી યુવકના હવસનો ભોગ બની હતી. બાદમાં સોલા વિસ્તારમાં એક યુવતી છેડતીનો ભોગ બની હતી અને હવે શહેરના કોટ વિસ્તારમાં જ બાળકીને અડપલા કરનાર આધેડ ઝડપાયો છે.

કોટ વિસ્તારમાં નાની બાળકી જ્યારે પિતાની દુકાનેથી ઘરે બાથરૂમ કરવા ગઈ અને પરત આવી ત્યારે એક આધેડે તેને પકડી તેની સાથે અડપલા કર્યા હતા. બાળકીએ બુમાબુમ કરતા આધેડ હજુ પેન્ટની ચેઇન ખોલે ત્યાં જ લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો. બાળકીના પિતા પણ અહીં પહોંચતા આ વૃદ્ધ અન્ય કોઈ નહીં પણ તેમની દુકાને સેનિટાઈઝર ખરીદવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આધેડની ધરપકડ કરી છે.આ પણ વાંચો - સુરત : કોરોના વેક્સીનના ટોકન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, અફરા તફરી મચી

શહેરમાં રહેતા એક વ્યક્તિ દિલ્હી ચકલા વિસ્તારમાં ડીસ્પોઝેબલ ચીજવસ્તુની દુકાન ધરાવે છે. તેમની પત્ની પણ તેઓને વેપારમાં મદદ કરે છે. ગઈકાલે બપોરે તેઓ દુકાને હાજર હતા ત્યારે તેમની બંને દીકરીઓ પણ દુકાને હતી. ત્યારે ગ્રાહક તરીકે 55 વર્ષના કાકા ત્યાં આવ્યા હતા અને સેનિટાઈઝર ખરીદી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે દુકાનદારની બને દીકરીઓ ત્યાં રમવા લાગી હતી.

થોડા સમય બાદ દુકાનદારની નાની પુત્રીને બાથરૂમ જવું હોવાથી તે તેના ઘરે બાથરૂમ જવા ગઈ હતી. ત્યાંથી પરત આવતી હતી ત્યારે દુકાને ગ્રાહક તરીકે આવેલા આધેડે આ બાળકીને બાહોપાશમાં જકડી તેના શરીરે હાથ ફેરવવા લાગ્યો હતો. આધેડ આટલે થી અટક્યો ન હતો અને બાદમાં જાહેરમાં તેના પેન્ટની ચેઇન ખોલવા જતા બાળકીએ બુમાબુમ કરી હતી. જેથી લોકો ભેગા થઈ ગયા અને આ આધેડ મહેશ પંડ્યાને લોકોએ ઝડપી પાડ્યો હતો. બાળકીના પિતાને પોળ પાસે આવેલા એક દુકાનદારે વાત કરતા પોલીસને જાણ કરાઈ હતી. બાદમાં શાહપુર પોલીસે ત્યાં પહોંચી આ વૃદ્ધ ને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
Published by:Ashish Goyal
First published:May 04, 2021, 16:55 pm

ટૉપ ન્યૂઝ