અમદાવાદઃ 'લારી અહીથી નહી હટે તારાથી થાય તે કરી લે', R3 મોલમાં ત્રણ લોકો પર લોખંડની પાઈપ વડે હુમલો


Updated: July 10, 2020, 10:11 PM IST
અમદાવાદઃ 'લારી અહીથી નહી હટે તારાથી થાય તે કરી લે', R3 મોલમાં ત્રણ લોકો પર લોખંડની પાઈપ વડે હુમલો
ફાઈલ તસવીર

તું આ લારીઓ હટાવીશ તો તને અને તારા ઓફીસના સ્ટાફના માણસોના હાથ પગ તોડી નાખીશ. ઘમકી આપ્યા બાદ વિરમ અને અન્ય બે યુવક હાથમાં લોંખડનો દંડો લઇને દિવ્યમ રીયલ એસ્ટેટની ઓફિસમાં ગયા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના હેલ્મેટ સર્કલ (Helmet Circle) નજીક માનવમંદિરની બાજુમાં આવેલા દિવ્યમ રીયલ એસ્ટેટ પ્રાઇવેટ લીમીટેડના માલિક તેમજ સિક્યુરીટી ગાર્ડ અને એકાઉટન્ટ ઉપર મેમનગરમાં રહેતા ત્રણ લોકોએ ઓફિસમાં ઘુસીને લોંખડની પાઇપ વડે હુમલો કરતા મમાલો પોલીસ સ્ટેશન (police station) સુધી પહોચ્યો છે. મોલની બહાર ઊભા રાખવામાં આવતી લારીના કારણે આ ઝઘડો થયો છે. R3 મોલના માલિકે લારીઓ થોડેક દૂર ઊભી રાખવાનું કહેતા મામલો બિચકયો હતો.

ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા શીલ્પગ્રામ ફ્લેટમાં રહેતા અને દિવ્યમ રીયલ એસ્ટેટ પ્રાઇવેટ લીમીટેડમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા કૌશલભાઇ પટેલે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં વિરમ દેસાઇ સહિત ત્રણ વ્યકિત વિરુધ્ધમાં મારામારીની ફરિયાદ કરી છે. દિવ્યમ રીયલ એસ્ટેટના માલીક રોહીતકુમાર પટેલની R3 મોલ માં ચોથા માળે ઓફિસ આવેલી છે.

આ પણ વાંચોઃ-હમ નહીં સુધરેંગે! છેલ્લા દસ જ દિવસમાં રાજકોટવાસીઓએ નિયમો તોડી એક કરોડનો દંડ ભર્યો

આ પણ વાંચોઃ-સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં 100 દિવસમાં રેડ ઝોનમાંથી આવતી 1000 મહિલાની પ્રસુતિ થઈ, જેમાં હતી 53 કોરોના પોઝિટિવ

આ પણ વાંચોઃ-શરુ કરો પોતાનો LED લાઈટ બનાવવાનો બિઝનેસ, થશે તગડી કમાણી, જાણો આ અંગે બધું

મોલની બહાર ખમણ, પાત્રા અને દાળવડા તેમજ ચાની લારી મળીને કુલ ત્રણ લારીઓ ઉભી રહે છે. કોરોના વાયરસના (coronavirus) કારણે ગંદકી થાય નહી તે માટે રોહીતકુમારે મોલ થી થોડેક દુર લારી ઉભી રાખવા માટેનું કહ્યુ હતું. જેની અદાવત રાખીને મેમનગર વિસ્તારનો વિરમ દેસાઇ એ બબાલ શરુ કરી હતી. વિરમ દેસાઇએ રોહીતકુમારને ઘમકી આપી હતી કે લારી અહીથી નહી હટે તારાથી થાય તે કરી લે.

તું આ લારીઓ હટાવીશ તો તને અને તારા ઓફીસના સ્ટાફના માણસોના હાથ પગ તોડી નાખીશ. ઘમકી આપ્યા બાદ વિરમ અને અન્ય બે યુવક હાથમાં લોંખડનો દંડો લઇને દિવ્યમ રીયલ એસ્ટેટની ઓફિસમાં ગયા હતા. જ્યા તેમને ગાળાગાળી કરીને રોહિત કુમારના માથા પર લોંખડનો દંડો મારી દીધો હતો અને ઘડીયાળ મારી હતી. ત્યારબાદ કૌશલભાઇ ઉપર પર લોંખડના દંડા વડે હુમલો કરી દીધો હતો. જ્યારે ઘાટલોડીયા પોલીસે વિરમ દેસાઇ વિરુધ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરુ હતી.
Published by: ankit patel
First published: July 10, 2020, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading