અમદાવાદ: ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનું કાવતરૂ, પાંચ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનું કાવતરૂ, પાંચ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

જમીન માલિકને ખ્યાલ પડ્યો કે પોતાની જમીનના માલિકો અન્ય લોકોના ચોપડે બોલી રહ્યા છે, જેને લઇ રજીસ્ટાર કચેરી જઇ સર્ચ કરાવ્યું તો...

  • Share this:
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના એક જમીન માલિકે રામોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ષડયંત્રની પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે જમીન બારોબાર પચાવી પાડવાના ષડયંત્રમાં નોટરી કરનાર પણ સામેલ હોવાનો ઉલ્લેખ ફરિયાદ માં કરવામાં આવ્યો છે, જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રામોલ પોલીસે પાંચ એવા શખ્સો સામે ફરિયાદ નોંધી છે કે, જેમણે કરોડોની જમીન પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજ બનાવ્યા. શરૂઆતમાં આ જમીનને વેચવા માટે ખોટી પાવર ઓફ એટર્ની કરવામાં આવી અને લોકડાઉનનો લાભ લઇ બોગસ દસ્તાવેજ ઉભા કરી અને જમીનનો વેચાણ કરાર પણ કરી દેવામાં આવ્યો.આ પણ વાંચોસુરતમાં કરૂણ ઘટના, માતાએ ત્રણ વર્ષની બાળકી સાથે પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ

જોકે આ બાબતે ફરિયાદીને એટલે કે, જમીન માલિકને ખ્યાલ પડ્યો કે પોતાની જમીનના માલિકો અન્ય લોકોના ચોપડે બોલી રહ્યા છે, જેને લઇ રજીસ્ટાર કચેરી જઇ સર્ચ કરાવ્યું તો સામે આવ્યું કે, આ જમીનનો દસ્તાવેજ એપ્રિલ માસમાં થઈ ચૂક્યો હતો. જમીન માલિકની જાણ બહાર જ દસ્તાવેજ કરનાર નોટરી અને સાક્ષી, સહી, તથા બોગસ દસ્તાવેજો ઉભા કરનાર પાંચ શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ હવે આરોપીઓની ધરપકડ બાદ આવી અન્ય કોઈ જમીનોના સોદા બારોબાર કર્યા છે કે કેમ તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી શકે છે. હાલ તો પોલીસે 5 લોકો ને પકડવા કાર્યવાહી હાથ ધરી છે અને અલગ અલગ ટિમો બનાવી છે. ઉલ્લેખનીય છે કે, જમીનોના ભાવ વધી જતા આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.
Published by:kiran mehta
First published:August 18, 2020, 23:08 pm

ટૉપ ન્યૂઝ