અમદાવાદ: પ્રાથમિક સુવિધાના અભાવે પરેશાન નોર્થ બોપલના રહિશોએ ધારાસભ્યને આવેદન પાઠવ્યું

News18 Gujarati
Updated: April 21, 2018, 7:06 PM IST
અમદાવાદ: પ્રાથમિક સુવિધાના અભાવે પરેશાન નોર્થ બોપલના રહિશોએ ધારાસભ્યને આવેદન પાઠવ્યું

  • Share this:
અમદાવાદમાં ગત ચોમાસ બાદ ઠેર-ઠેર રોડ-રસ્તાને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, હજુ પણ કેટલાએ વિસ્તારોમાં રોડ-રસ્તાની મરમ્મત પણ કરવામાં આવી નથી. તેમાં પણ તંત્રની ઢીલી કામગીરીના કારણે અમદાવાદમાં નવા ડેવલોપ થઈ રહેલા વિસ્તારો નોર્થ બોપલ, ન્યુ રાણીપ, નવા ગોતા વિસ્તારમાં રહેતા રહિશોની હાલત તો પ્રાથમીક સુવિધાઓના અભાવે દયનીય બની છે. ત્યારે અમદાવાદ-નોર્થ બોપલના રહિશોએ પ્રાથમીક સુવિધાઓ માટે આખરે ધારાસભ્ય સામે હવે રજૂઆત કરવી પડી છે. નોર્થ બોપલમાં રોડ-રસ્તા અને ગટરની સુવિધા પૂરી પાડવા ધારાસભ્યને રહીશોએ લેખીતમાં આવેદન પાઠવી પોતાના વિસ્તારની સમસ્યા જણાવી છે, જેને લઈ ધારાસભ્યએ નોર્થ બોપલમાં કેનાલ, ગટર, પાણી અને સુરક્ષા મુદ્દે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં રહેતા સ્થાનિકો છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણી અને ગટરનું કનેક્શન નહી મળવાને લઈને પરેશાન હતા. ત્યારે 21 એપ્રિલ શનિવારના રોજ નોર્થ બોપલ વિસ્તારના સ્થાનિકોએ આ વિસ્તારની વિવિધ સમસ્યાઓને લઈને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં કેનાલનું કાર્ય છેલ્લા 15 મહિનાથી ખોરંભે ચઢ્યુ છે. આ કેનાલ શીલજ રોડથી ગાર્ડન પેરેડાઈઝ થઈને ડીપીએસ સુધી જાય છે. એટલુ જ નહી શીલજ રોડથી બળિયાદેવ મંદિર-કેનાલ રોડ-ડીપીએસ સુધી જર્જરિત રસ્તાઓને લઈને કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યુ.સ્થાનિકોનું કહેવુ છે કે, બોપલ-ઘુમા નગરપાલિકામાં તેઓ નિયમિત વાર્ષિક ટેક્સ ભરતા હોવા છતા પાણી અને ગટરના કનેક્શન હજુ સુધી અપાયા નથી. અહીં રાત્રે ચોરીના બનાવો વધી ગયા છે. જેથી રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે. જેથી સ્થાનિકોએ ધારાસભ્યને આવેદનપત્ર આપી તમામ સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિભાવ આપતા સ્થાનિકોને સાંભળ્યા હતા, અને ત્વરિત કાર્યવાહીની બાંહેધરી આપી હતી.શું છે નોર્થ બોપલ વિસ્તારની સમસ્યાઓ- ગટરનું કનેક્શન નથી

- પાલિક તરફથી નથી મળતુ પીવાનું પાણી

- શીલજ રોડથી બળિયાદેવ મંદિર-કેનાલ રોડ-ડીપીએસ સુધી જર્જરિત

- રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવેશું કહ્યુ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે ?
"કેનાલ મુદ્દે હું ઔડા(અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ)ને આ અંગે કાર્ય કરવા સૂચના આપીશ
- રોડ-રસ્તા મુદ્દે એક ટીમ આપના વિસ્તારમાં મોકલીશ. જે સમસ્યાઓની સમીક્ષા કરશે અને મને રિપોર્ટ મોકલશે
- પીવાના પાણીના કનેક્શન અંગે બોપલ પાલિકામાં જરૂરી સૂચનાઓ મારા તરફથી આપવામાં આવશે"
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर