અમદાવાદના સ્વામિનારાયણ કુમકુમ મંદિરે 6 ફૂટ લાંબી 10 ફૂટ પહોળી રાખડી બનાવી

News18 Gujarati
Updated: August 11, 2019, 4:59 PM IST
અમદાવાદના સ્વામિનારાયણ કુમકુમ મંદિરે 6 ફૂટ લાંબી 10 ફૂટ પહોળી રાખડી બનાવી
રાખડીની તસવીર

આ અનોખી રાખડીમાં ભારતને આઝાદી અપાવવા બલિદાન આપનાર ગાંધીજી, સરદાર પટેલ સહીત દેશના સર્વાંગી વિકાસમાં મહત્વમાં ફાળો આપનાર વ્યક્તિઓ સાથે જ સ્વામીનારાયણ સંપ્રદાયના પાયાના સંતોના ફોટો અંકિત કરવામાં આવ્યા છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ 15મી ઓગસ્ટના રોજ આ વખતે દેશ 73 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરશે ત્યારે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના સંબંધોનો દિવસ એટલે કે રક્ષાબંધનનો તહેવાર પણ 15મી ઓગસ્ટના દિવસે જ આવી રહ્યો છે. 73 માં સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધનના પર્વને યાદગાર બનાવવા માટે અમદાવાદના મણીનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિર - કુમકુમ મંદિર ખાતે એક ખાસ રાખડી તૈયાર કરવામાં આવી છે.

તિરંગા ભારતના નક્શાની થીમ ઉપર 6 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતી અનોખી રાખડી બનાવવામાં આવી છે. આ અનોખી રાખડીમાં ભારતને આઝાદી અપાવવા બલિદાન આપનાર ગાંધીજી, સરદાર પટેલ સહીત દેશના સર્વાંગી વિકાસમાં મહત્વમાં ફાળો આપનાર વ્યક્તિઓ સાથે જ સ્વામીનારાયણ સંપ્રદાયના પાયાના સંતોના ફોટો અંકિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-આ પાંચ વસ્તુથી બને અસલી વૈદિક રાખડી, આ રીતે બનાવો અને ભાઈને બાંધો

આ અનોખી રાખડીમાં નાની નાની રાખડીઓ પણ શણગારવામાં આવી છે તો સાથે જ કેટલાક સુવાક્યો તેમજ જમ્મુ કાશ્મીરમાંથી નાબુદ કરાયેલી કલમ 370નો પણ ઉલ્લેખ કરાયો છે તો આતંકીઓથી ભગવાન સૌની રક્ષા કરતા રહે તેવી વિશેષ પ્રાર્થના કરતા સંદેશાઓ પણ અંકિત કરાયા છે.
First published: August 11, 2019, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading