PSI આપઘાત કેસઃ ઓટોસ્પી રિપોર્ટમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ઉલ્લેખ નહીં

News18 Gujarati
Updated: January 17, 2019, 9:02 AM IST
PSI આપઘાત કેસઃ ઓટોસ્પી રિપોર્ટમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ઉલ્લેખ નહીં
પત્ની ડિમ્પલ રાઠોડ, દેવેન્દ્રસિંહ રાઠોડ (મૃતક)

મૃતક પીએસઆઈની પત્નીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કરાઇના ડીવાયએસપી તેમના પતિને તેમની સાથે સમલૈંગિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હતા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કરાઇ ખાતે તાલિમાર્થી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસના 15 દિવસ બાદ તપાસ એજન્સી અને ક્રાઇમ બ્રાંચની ટીમ એવા તારણ પર પહોંચી છે કે મૃતક પીએસઆઈ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું ન હતું. મૃતક પીએસઆઈની પત્નીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કરાઇના ડીવાયએસપી તેમના પતિને તેમની સાથે સમલૈંગિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હતા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે તપાસ એજન્સીને આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે ડીવાયએસપી એનપી પટેલ વિરુદ્ધ કોઈ જ પુરાવા મળ્યા નથી. અધિકારીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અમને જેની સામે આક્ષેપ થયા છે તેમની વિરુદ્ધ કોઈ જ પુરાવા મળ્યા નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ એવા કોઈ પુરાવા મળ્યા નથી જેના પરથી સાબિત થાય કે પીએસઆઈને અકુદરતી સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 'સ્વ. દેવેન્દ્રસિંહ રાઠોડને ન્યાય આપો'ના બેનર સાથે નીકળી PSIની અંતિમયાત્રા

ડીવાયએસપીની ધરપકડ અંગે અધિકારીએ કહ્યું કે,
"તેઓ હાલ કરાઇ એકેડેમી ખાતે જ છે. હાલના તબક્કે એ વાત સાબિત નથી થઈ શકી કે તેમણે પીએસઆઈને આપઘાત કરવા માટે મજબૂર કે ઉશ્કેર્યો હતો."


Devendrasinh Rathod
દેવેન્દ્રસિંહ રાઠોડ (ફાઇલ)


ઉલ્લેખનીય છે કે 2016-17ની બેચના પીએસઆઈ તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ દેવેન્દ્રસિંહ રાઠોડે 31મી ડિસેમ્બરના રોજ ચાંદલોડિયા ખાતે આવેલા પોતાના ઘરમાં રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે ડીવાયએસપીના ત્રાસને કારણે તે આવું પગલું ભરી રહ્યા છે. બીજી જાન્યુઆરીના રોજ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. કરાઇના ડીવાયએસપી એન.પી. પટેલનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા બાદ જ ત્રીજી જાન્યુઆરીએ દેવેન્દ્રસિંહના પરિવારે તેમનો મૃતદેહ સ્વીકાર્યો હતો.આપઘાત બાદ મૃતક પીએસઆઈના પત્ની ડિમ્પલ રાઠોડે કરાઇના ડીવાયએસપી વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, તેઓ મારા પતિને એક પુરુષના પુરુષ સાથેના સંબંધ હોય તેવા સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યા હતા.
First published: January 17, 2019, 8:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading