અમદાવાદ : કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આ પખવાડિયુ 12 વર્ષ સુધીનાં બાળકો માટે ફ્રી

News18 Gujarati
Updated: January 16, 2020, 9:21 AM IST
અમદાવાદ : કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આ પખવાડિયુ 12 વર્ષ સુધીનાં બાળકો માટે ફ્રી
અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય

સોમવાર સિવાયનાં સમય માટે આ નિર્ણય અમલી બનાવવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદ : શહેરનાં પ્રખ્યાત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 30મી જાન્યુઆરી સુધી એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે 12 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવાની જાહેરાત કરાઇ છે. મ્યુનિ. રિક્રિએશનલ, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટિએ કરેલા નિર્ણય પ્રમાણે પ્રાણી સંગ્રહાલયમાં 30મી જાન્યુઆરી સુધી એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. સોમવાર સિવાયનાં સમય માટે આ નિર્ણય અમલી બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત સંગ્રહાલયમાં બાળકોમાં વન્ય જીવો પ્રત્યે જ્ઞાન વધે તે માટે ટચ ટેબલ શો તથા પપેટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ગુજરાતનાં પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે જાન્‍યુઆરીનાં બીજા પખવાડિયામાં તા.14થી 31મી જાન્‍યુઆરી દરમિયાન પ્રાણી કલ્‍યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્‍યે પ્રેમભર્યું માયાળુ વર્તન રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ સાવધાન! રાજ્યમાં પાંચ દિવસ રહેશે ઠંડીનો ચમકારો

જનતાને જાગૃત કરી પ્રાણીઓ પ્રત્‍યે પ્રેમ દાખવી પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગિતા અને આર્થિક ઉપયોગિતા અંગે પ્રાણીઓના યોગદાન અંગેની બાબત ધ્‍યાને લઇ પ્રાણીઓ આપણા જીવન સાથે સંકળાયેલ હોઇ તેને મહત્‍વ આપવા લોક સંદેશ જનતા સુધી પહોચાડવા આ પખવાડિયાની ઉજવણી દરમિયાન પશુપાલન ખાતા દ્વારા આ પ્રમાણેની કામગીરી હાથ ધરવામાં આવે છે.

 
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर