બુધવારથી અમદાવાદનું કાલુપુર હોલસેલ બજાર ખુલશે, આ માટે લેવાયો નિર્ણય


Updated: May 26, 2020, 7:16 PM IST
બુધવારથી અમદાવાદનું કાલુપુર હોલસેલ બજાર ખુલશે, આ માટે લેવાયો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનું કાલુપુર બજાર અનાજ અને કઠોળ ખરીદવા માટે સૌથી મોટું બજાર છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના કાલુપુર ખાતે આવેલું સૌથી મોટું હોલસેલ માર્કેટ આવતીકાલથી ખુલી જશે. અમદાવાદમાં ગ્રીન મર્ચન્ટ એસોસિએશન અને અમદાવાદ મહાનગરપાલિકા વચ્ચે આજે બેઠક યોજાઇ હતી. જે બાદ હવે કાલુપુર હોલસેલ માર્કેટમાં અનાજના વેચાણની મંજૂરી મળી ગઈ છે.

અમદાવાદની દુકાનોમાં અનાજ ખૂટી પડતા લેવાયો નિર્ણય

અમદાવાદનું કાલુપુર બજાર અનાજ અને કઠોળ ખરીદવા માટે સૌથી મોટું બજાર છે. અમદાવાદમાં કોરોનાના વધારે કેસ સામે આવતા લૉકડાઉનમાં સૌથી મોટા આ માર્કેટને બંધ કરી દેવામાં આવ્યું હતું. એવામાં 2 મહિના દરમિયાન શહેરના રિટેલ માર્કેટમાં અનાજની અછત ઉભી થઈ હતી. જેના કારણે અનેક દુકાનદારોએ ગ્રાહક પાસેથી તોતિંગ ભાવ વસૂલ્યા હતા. હોલસેલ બજાર ખૂલી જતા માર્કેટમાથી આ કાળાબજારી બંધ થઈ જશે અને ગ્રાહકોને મૂળ ભાવમાં અનાજ મળતુ થશે.

આ પણ વાંચો - સુરત : લૉકડાઉન વચ્ચે દબાણ દૂર કરવા ગયેલ પાલિકાની ટીમ પર એસિડ હુમલો

40 લોડીંગ રિક્ષાને અપાઈ મંજૂરી

કાલુપુર બજારને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. માત્ર 40 લોડિંગ રિક્ષાને બજારમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. તમામ હોલસેલ વેપારીઓ અને અન્ય તમામને થર્મલ ગનથી સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક અને ગ્લોવ્સ વગર માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. મહત્વનું છે કે વેપારીઓ સવારે 8 થી 1 સુધી વેપાર કરી શકશે.
First published: May 26, 2020, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading