Home /News /madhya-gujarat /

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો નિર્ણય : સેનિટાઇઝરમાં આલ્કોહોલ આવતું હોવાથી તેના બદલે દેશી મિશ્રણનો ઉપયોગ થશે

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો નિર્ણય : સેનિટાઇઝરમાં આલ્કોહોલ આવતું હોવાથી તેના બદલે દેશી મિશ્રણનો ઉપયોગ થશે

ફાઇલ તસવીર

સેનિટાઇઝરમાં 70 ટકા આલ્કોહોલ આવતું હોવાથી તેનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરાયો, તેના બદલે દેશી પદ્ધતિથી મિશ્રણ તૈયાર કરાશે.

અમદાવાદ : અનલોક 1.0 અંતર્ગત આઠમી જૂનથી રાજ્યમાં મૉલ, હોટલો અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ માટે ચોક્કસ ગાઇડલાઇન (Unlock 1 Guideline)નું પાલન કરવું પડે છે. અમદાવાદ ખાતે આવેલા વિખ્યાત કાલુપુર સ્વામિનારયણ મંદિર (Kalupur Swaminarayan Temple)ને હજી સુધી ખોલવામાં નથી આવ્યું. મંદિર આગામી 17મી જૂનના રોજ હરિભક્તો માટે ખુલ્લું મૂકાશે. સરકાર તરફથી ધાર્મિક સ્થળોને ખોલતા પહેલા સેનિટાઇઝ (Sanitize) કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભક્તો માટે પણ પરિસરમાં સેનિટાઇઝર રાખવાનું કહેવામાં આવ્યું છે. બીજી તરફ કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી મંદિરને સેનિટાઇઝ કરવા માટે આલ્કોહોલયુક્ત સેનિટાઇઝર ( Alcohol Based Sanitizer)નો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આલ્કોહોલવાળા સેનિટાઇઝરને બદલે મંદિર તરફથી સેનિટાઇઝેશન માટે દેશી પદ્ધતિનો ઉપયોગ કરીને મિશ્રણ તૈયાર કરાશે.

દેશી પદ્ધતિનો ઉપયોગ કરી મિશ્રણ તૈયાર કરાશે

સેનિટાઇઝરમાં 70 ટકા આલ્કોહોલ આવતું હોવાથી મંદિર તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેના બદલે પરિસરને જંતુરહિત કરવા માટે દેશી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં સાબુ પાણી, લીમડાના પાન, લીમડાનો રસ, ફટકડી, કપૂર વગેરેમાંથી મિશ્રણ તૈયાર કરવામાં આવશે. આ મિશ્રણનો ઉપયોગ સેનિટાઇઝર તરીકે કરવામાં આવશે. બજારમાં મળતા સેનિટાઇઝરમાં આલ્કોહોલ આવતું હોવાથી ભક્તો મૂંઝવણ અનુભવતા હતા, જેના અનુસંધાને આ નિર્ણય કરાયો છે. મળતી માહિતી પ્રમાણે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા તમામ મંદિરોમાં સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ મંદિર તરફથી કહેવામાં આવ્યું છે કે સરકાર તરફથી આપવામાં આવેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો :  લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો

આ અંગે વાત કરતા કાલુપુર સ્વામિનારાયણ મંદિરના નિર્ગુણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, "શિક્ષાપત્રીમાં સ્વામીનારાયણ ભગવાને આજ્ઞા આપી છે કે પોતાની અને બીજાની સુરક્ષા કરવી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 17મી જૂન સુધી મંદિર નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. 17મી તારીખે પણ જો યોગ્ય પરિસ્થિતિ હશે તો મંદિર ખોલાશે, નહીં તો ત્યારે કોઈ બીજો નિર્ણય કરાશે. મંદિર ખોલતી વખતે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવશે."

આ પણ વાંચો :  કૃષ્ણ વિશેનો વિવાદ :'કૃષ્ણ મારા ઇષ્ટદેવ, હું વિવાદનો માણસનો નથી'



નિર્ગુણદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું કે, "સેનિટાઇઝરમાં આલ્કોહોલ આવતું હોવાની વાત સાંભળી છે. અમે મંદિરમાં આવી કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ. અમે આ માટે દેશી પદ્ધતિનો ઉપયોગ કરીશું. જેમાં લીમડાના પાન, લીમડાનો રસ, કપૂર, ફટકડી વગેરે વસ્તુના મિશ્રણનો જથ્થો તૈયાર કરીશું. આમાં બીજા દ્રવ્યો ઉમેરવા પડશે તો ઉમેરીશું પરંતુ આલ્કોહોલવાળા સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરીએ. મંદિરમાં પ્રવેશતી વખતે લોકોને કોરોનાની સંક્રમણ ન થાય તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. કાલુપુર મંદિરના તાબા હેઠળ તમામ મંદિરમાં આવી વ્યવસ્થા ગોઠવાશે."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, Kalupur Swaminarayan Temple, Lockdown, Sanitizer, Swaminarayan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन