અમદાવાદ, પાલડી રાજીવ ગાંધી ભવન ખાતે 12 માર્ચ શુક્રવારનાં રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું તે જેમાં વિવિધ પ્રકારના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે પૈકી તેમના બેનરમાં “ ખેતરમાંથી કાઢો કલાલ, દેશમાંથી કાઢો દલાલ” આ જ્ઞાતિ શબ્દ વાપરવામાં આવતા સમાજને ઠેસ પહોંચી છે. આ મામલે કલાલ સમાજના આગેવાનો દ્વારા જાહેરમાં પ્રદર્શન કરી અને કૉંગ્રેસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે એલિસ બ્રિજ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે.
કેમ ખેતરોમાં ખેતી કરવાનો અધિકાર શુ કલાલને નથી? આવા બનરો કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા મિડીયા સાથે વાતચીત દરમિયાન પાછળ સ્પષ્ટ રીતે દેખાઈ આવતા સમાજનાં આગેવાનોએ તેમનો સંપર્ક સાધતા તેમને એવું કહ્યું કે ગુજરાતમાં તેનો અર્થ ખેતરમાંથી કાઢતા કચરા માટે છે.
તો શું આખો સમાજ કચરો છે ? આ યેન કેન જ્ઞાતિ શબ્દો વાપરીને ભોળા સમાજની વચ્ચે રહેલ ઈજ્જત પર કીચડ ઉછાળતા શરમ ના આવી અભિમાન હોય તેમ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના રાજકીય રોટલા શેકવા કલાલ સમાજની બદનામી કરતા અમદાવાદનાં એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ પાર્ટી વિરૂદ્ધ સમાજના પ્રતિનીધિ મંડળ દ્વારા અરજી આપી યોગ્ય કાર્યવાહીની માગ કરી છે.
કલાલ સમાજ દ્વારા કૉંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે.
અને આવનારા દિવસોમાં દેશભરનાં કલાલ સમાજ અમદાવાદ ખાતે રેલી તથા દેશનાં પોતાના દરેક જિલ્લા પ્રમાણે આવેદન પત્ર આપી વિરોધ નોંધાવી કાર્યવાહીની માગ કરશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર