અમદાવાદઃ રિક્ષાના ભાડામાં વધારો, મિનિમમ ભાડું હવે રૂ.15 થયું

News18 Gujarati
Updated: April 6, 2018, 8:13 PM IST
અમદાવાદઃ રિક્ષાના ભાડામાં વધારો, મિનિમમ ભાડું હવે રૂ.15 થયું

  • Share this:
દિવસેને દિવસે મોંઘવારીમાં વધારો થતો જાય છે, દરેક મધ્યમ, ગરીબ વર્ગને ઓછી આવકમાં ઘર કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. ઉનાળો શરૂ થતાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે, તો આ બાજુ  રિક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાએ સમયથી રિક્ષા યુનિયન દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી, જેના પર આખરે નિર્ણય લઈ મિનિમમ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રિક્ષાના લઘુત્તમ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. રિક્ષાના મિનિમમ ભાડામાં રૂ. 3નો વધારો કરવામાં આવ્યો છે. હવે રિક્ષાનું ભાડુ મિનિમમ રૂ. 15 નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા રિક્ષાનું લઘુત્તમ ભાડુ રૂ. 12 ચૂકવવું પડશે. સાથે તમને જણાવી દઈએ કે, દર 1.2 કિમી બાદ પ્રતિ અડદા કિમી. રૂ. 2 વધારે ચૂકવવા પડશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ રીક્ષા ડ્રાઇવર યુનિયન દ્વાર ભાડામાં વધારા માટે કેટલાય સમયથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જેને લઈ યુનિયન ટ્રાન્સપોર્ટ કમિશનરને પણ મળી રજૂઆત કરી હતી. યુનિયનની રજૂઆત હતી કે, છેલ્લા ચાર વર્ષથી ભાડામાં વધારો કર્યો ન હોવાથી વર્ષે રીક્ષાના ભાડામાં વધારો કરવો જરૂરી છે. જે તે સમયે અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાઇવર યુનિયનના પ્રમુખ ધર્મેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાલમાં રીક્ષા ચાલકોને ડિજીટલ મીટર લગાવાથી લઇને ઇન્સ્યોરન્સમાં વધારો થયો હોવાથી રીક્ષા ચાલકે ભાડામાં વધારો કરવો જરૂરી થઇ ગયો હતો.
First published: April 6, 2018
વધુ વાંચો
अगली ख़बर