Ahmedabad domestic violence case: સાસરિયાના લોકો પરિણીતાને નવું મકાન લેવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરીને શારીરિક, માનસિક ત્રાસ (Physical and Mental harassment) આપતા હતા.
અમદાવાદ: દહેજની ભૂખ અને દીકરાના જન્મની ઘેલછામાં અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસા (Domestic violence)નો વધુ એક બનાવ બનવા પામ્યો છે. શહેરની એક પરિણીતા (Married woman)એ આ મામલે પોલીસ ફરિયાદ આપી છે. બે દીકરીને જન્મ આપ્યા બાદ દીકરાને જન્મ કેમ નથી આપતી તેમ કહીને પરિણીતાને તેના સાસુ (Mother-in-law) ત્રાસ આપતા હતા. આ ઉપરાંત નવું મકાન લેવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરીને શારીરિક, માનસિક ત્રાસ (Physical and Mental harassment) આપતા હતા.
આંબાવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી છે કે, સાતેક વર્ષ પહેલાં તેના લગ્ન સુરત ખાતે થયા હતા. સુરતમાં તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન તેણે બે દીકરીને જન્મ આપ્યો હતો. તેના પતિને માતાપિતા સાથે બનતું ન હોવાથી અવારનવાર ઝઘડા થતા હતા. આ જ કારણે તેઓ મકાન ભાડે રાખીને અલગ રહેવા માટે ગયા હતા. પરિણીતાના પતિનો પગાર ઓછો હોવાથી પરિણીતાના માતાપિતા તેઓને આર્થિક મદદ કરતા હતા.
ત્રણ વર્ષ સુધી અલગ રહ્યા બાદ તેઓ પરત સંયુક્ત પરિવારમાં રહેવા માટે આવ્યા હતા. આ સમયે તેના સાસુ તેના પતિની ઉશ્કેરણી કરતા હતા. આ કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. 'તું દીકરો કેમ જણતી નથી,' તેમ કહીને તેના સાસુ તેના પતિની ચઢામણી કરતા હતા. એટલું જ નહીં 'તું લગ્ન સમયે તારા મા-બાપના ઘરેથી કઈ કરિયાવર લાવી નથી. નવું મકાન લેવા માટે રૂપિયા પાંચ લાખ લઈ આવ,' એમ કહીને શારીરિક અને માનસિક ત્રાસ આપી તેણીને ઘારમાંથી કાઢી મૂકી હતી. આ મામલે મહિલાએ અંતે કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1063322" >
કેસ-2: પતિ પત્ની ઔર વોનો કિસ્સો
'તું મારી પહેલી પસંદ નથી. મને તો અન્ય સ્ત્રી ગમતી હતી. પરંતુ મારા પરિવારના લોકોએ ના પાડતા તારી સાથે લગ્ન કરવા પડ્યા.' શહેરમાં પતિ પત્ની ઔર વો (Extramarital affairs)નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક મહિલાએ પતિનો ત્રાસ તેમજ ગાડી લાવવા માટે રૂપિયા 10 લાખ લઈ આવવા માટે સાસુ-સસરાના ત્રાસને કારણે કંટાળીને પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશન (Mahila police station)માં પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.