Home /News /madhya-gujarat /અમદાવાદ: નણંદે ગર્ભવતી ભાભીના પેટમાં લાત મારી, ગોળી આપી કહ્યું- 'ગર્ભપાત કરાવી લે'

અમદાવાદ: નણંદે ગર્ભવતી ભાભીના પેટમાં લાત મારી, ગોળી આપી કહ્યું- 'ગર્ભપાત કરાવી લે'

પ્રતીકાત્મક તસવીર.

પ્રેમ લગ્ન કરનારી યુવતીને તેની નણંદે પેટમાં લાત મારીને કહ્યું કે, બાળક થશે તો અમે મિલકતમાં ભાગ નહીં આપીએ.

અમદાવાદ: સંતાનના ભવિષ્ય માટે માતાપિતા (Parents) તમામ પ્રયાસો કરતાં હોય છે, પરંતુ ઘણીવાર સંતાનો માતાપિતાની મરજી વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય લેતા હોય છે. શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીને સ્કૂલ (School friend)માં તેની સાથે ભણતો છોકરો ફેસબુક પર મળ્યો હતો. બંને વચ્ચે થોડો સમય ચાલેલી વાતચીત દરમિયાન પ્રેમ (Love) થઈ ગયો હતો. બાદમાં બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન (Love marriage) કર્યાં હતાં. લગ્ન બાદ યુવતી ગર્ભવતી (Pregnant) થઈ ત્યારે તેના પતિએ તેને તરછોડી દીધી હતી. નણંદે પરિણીતાને પેટમાં લાત મારી હતી અને બાળક થશે તો અમે મિલકતમાં ભાગ નહીં આપીએ તેમ કહ્યું હતું. આ મામલે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ (Police complaint) કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

શહેરમાં રહેતી 30 વર્ષીય પરિણીતા હાલ તેના પરિવાર સાથે રહે છે. યુવતીને માતાપિતાએ ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી. યુવતી ભણીગણીને પગભર થઈ ત્યારે જ ફેસબુક પર સ્કૂલમાં સાથે ભણતા યુવકનો સંપર્ક થયો હતો. યુવક અને યુવતીની ફેસબુક પર વાતચીત દરમિયાન મિત્રતા વધી હતી અને આખરે બંને પ્રેમ સંબંધમાં બંધાઈ ગયાં હતાં. બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. યુવતીનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો. પરંતુ યુવતીને યુવક જ સર્વસ્વ લાગતો હતો. જેથી બંનેએ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: 'તું ચિંતા ન કર, મેં તેરે સે શાદી કરકે રહુંગા,' લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ

લગ્ન બાદ થોડો સમય સુધી બંને પોત પોતાના ઘરે રહ્યા હતા. જોકે, બાદમાં બંને સાથે રહેવા લાગ્યા હતા. યુવક તેની પત્નીને પોતાના ઘરે લઈ ગયો હતો. જોકે, ઘરે પહોંચતાની સાથે જ સાસરિયાઓએ યુવતીને એવું કહ્યું હતું કે, તારે અહીં રહેવું હોય તો પિયરમાં દરેક સંબંધો કાપી નાખવા પડશે. યુવતી પણ આ માટે તૈયાર થઈ ગઈ હતી અને તેના પતિ સાથે રહેવા લાગી હતી.

આ પણ વાંચો: બેંકોએ એટીએમમાંથી નીકળતી ફાટેલી નોટ બદલાવી આપવી જ પડશે, નહીં તો લાગશે દંડ- જાણો નિયમ

આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી. યુવતી ગર્ભવતી થતાં જ સાસરિયાઓએ તેમનો અસલી રંગ બતાવવાનું શરુ કરી દીધું હતું. યુવતીના બાળકને મિલકતમાં ભાગ ન આપવો પડે એ માટે સાસરિયાઓએ યુવતીને ગર્ભપાત કરાવવા દબાણ કરતાં હતાં. એક દિવસ યુવતીની નણંદે તેની પાસે જઈને કહ્યું હતું કે, તું ગર્ભપાત કરાવી લે. બાદમાં એક ગોળી આપી દીધી હતી. યુવતીએ આ ગોળી લેવાનો ઈન્કાર કરતાં સાસરિયાઓએ યુવતીને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. નણંદે યુવતીને પેટમાં લાત પણ મારી હતી.
" isDesktop="true" id="1085844" >


આ પણ વાંચો: અમરેલી: BJP કાર્યકરોને માર મારવાના આરોપસર IPS અધિકારી અભય સોનાની બદલી


યુવતીને 7 મહિનાનો ગર્ભ હતો અને તેની તબિયત લથડતાં તેણીએ તેના માતાપિતાને જાણ કરી હતી. પરિવારના લોકો યુવતીને હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં દીકરાનો જન્મ થયો હતો. જોકે, આજદિવસ સુધી યુવતીને જોવા માટે તેની સાસરીમાંથી કોઈ આવ્યું નથી. આખરે પતિ અને સાસરિયાના ત્રાસથી ત્રસ્ત થઈને યુવતીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad police, Love marriage, Woman, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन
विज्ञापन