Home /News /madhya-gujarat /

IIM-Aનાં પ્રોફેસરની પુત્રી JEEમાં ગુજરાત તથા ઓલ ઇન્ડિયા ગર્લ્સ રેન્કમાં પ્રથમ

IIM-Aનાં પ્રોફેસરની પુત્રી JEEમાં ગુજરાત તથા ઓલ ઇન્ડિયા ગર્લ્સ રેન્કમાં પ્રથમ

માતાપિતા સાથે શબનમ સહાય

ગુજરાતમાં પ્રથમ આવનાર શબનમ IIM અમદાવાદના પ્રોફેસર અરવિંદ સહાયની પુત્રી છે. તેમની માતા આર્કિટેક છે.

    ન્યૂઝ18 ગુજરાતી: દેશની IITની 1300 બેઠકો પર પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષામાં JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદની શબનમ સહાય સમગ્ર દેશમાં વિદ્યાર્થિનીઓની કેટેગરીમાં પ્રથમ ક્રમે અને ઓલ ઈન્ડિયામાં 10માં રેન્ક પર આવી છે. શબનમે 372માંથી 308 માર્ક્સ મેળવ્યાં છે.

    આ સાથે ગુજરાતનાં ત્રણ વિદ્યાર્થીએ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. રાજકોટનો વિદ્યાર્થી નિશાંત અભાંગી ઓલ ઈન્ડિયામાં છઠ્ઠા ક્રમે, સુરતનો વિદ્યાર્થી કૌસ્તુભ દીઘે સાતમા ક્રમે આવ્યો છે. અમદાવાદનો શ્રેય પટેલ 74માં ક્રમે આવ્યો છે. મહારાષ્ટ્રનાં કાર્તિકેય ગુપ્તા ટોપ રેન્કમાં આવ્યો છે. અલ્હાબાદનો હિમાંશુ સિંગ બીજા ક્રમે અને દિલ્હીનો અર્ચિત બુબના ત્રીજા ક્રમે આવ્યો છે.

    શબનમ સહાય


    અમદાવાદ IIMનાં પ્રોફેસર અરવિંદ સહાયની પુત્રી

    ગુજરાતમાં પ્રથમ આવનાર શબનમ IIM અમદાવાદના પ્રોફેસર અરવિંદ સહાયની પુત્રી છે. તેમની માતા આર્કિટેક છે. તેણે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કેમ્બ્રિજ બોર્ડમાંથી 12 સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેણે ભારતનાટ્યમ પણ કર્યું છે ઉપરાંત પીયાનો પણ વગાડે છે.

    આ પણ વાંચો : વર્ષમાં બે વખત યોજાશે NEET અને JEEની પરીક્ષા, વિદ્યાર્થી પસંદ કરી શકશે તારીખ

    ગુજરાતનાં 14 વિદ્યાર્થીઓ JEE પરીક્ષામાં ઝળક્યા

    શબનમ સહાય, પરિન સેન્ટા, પાર્થ અજમેરા, અંકિતા ગુપ્તા, શાન શાહ, નિસર્ગ ઉપાધ્યાય, આદિત્ય ત્રિવેદી, નિસર્ગ મણવર, નેહામ જૈન, રીશી ખેમાણી, સુરજ માલપાની, શ્રેય ઠક્કર, આર્યન મહેતા, અને યશ મહેતાએ પણ ગુજરાતમાંથી જેઇઇની પરીક્ષામાં ઝળક્યાં છે.

    મહત્વનું છે કે દેશભરની IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરિક્ષા લેવાઇ હતી. NTA અને IIT રૂરકીના ઉપક્રમે દેશની 23 IIT માં પ્રવેશ માટે મે મહિનામાં દેશભરની 12,000થી વધુ બેઠકો માટે પરીક્ષા લેવાઈ હતી. દેશભરમાંથી 1,50,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતમાંથી 8,000 જ્યારે અમદાવાદમાંથી 2,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: IIM Ahmedabad, JEE, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन