અમદાવાદ : 'મારી પત્નીને પાછી મોકલી આપ પ્લીઝ,' પતિ-પત્ની ઓર વોનો કિસ્સો જાણી આંચકો લાગશે

અમદાવાદ : 'મારી પત્નીને પાછી મોકલી આપ પ્લીઝ,' પતિ-પત્ની ઓર વોનો કિસ્સો જાણી આંચકો લાગશે
પત્ની પિયર જવું છે કહીને ઘરેથી નીકળી પછી તેનો પતો ન લાગ્યો, આખરે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો અને પાડોશી જાલમસિંહ સાથેનો પ્રેમ સંબંધ ખુલ્લો પડ્યો!

પત્ની પિયર જવું છે કહીને ઘરેથી નીકળી પછી તેનો પતો ન લાગ્યો, આખરે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો અને પાડોશી જાલમસિંહ સાથેનો પ્રેમ સંબંધ ખુલ્લો પડ્યો!

  • Share this:
અમદાવાદ : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમને પણ આંચકો લાગશે.એક યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તેના ગામમાં રહેતો એક પરણિત વ્યકિત તેની પત્નીને ભગાડીને લઈ ગયો છે અને તેને પાછી આપવાની જગ્યાએ તેને ગાળો બોલી ધમકી આપી રહ્યો છે. ફરિયાદી એ હદે પરેશાન થઈ ગયો છે કે  તે આરોપી પાસે પત્ની પાછી આપવાની ભીખ માંગી રહ્યો છે પરંતુ આરોપી કોઈ જવાબ પણ નથી આપી રહ્યો.ફરિયાદીનુ કહેવુ છે કે તેણે વર્ષ 2018માં ખેડાની એક યુવતિ સાથે લગ્ન કર્યા હતા અને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતો હતો.

પાડોશી જાલમસિંહ સાથે ફરિયાદની પત્નીને મિત્રતા કેળવાઈ અને...એ જ વિસ્તારમાં આરોપી ઝાલમસિંહ ડાભી પણ રહેતો હતો અને છેલ્લા 4-5 મહિનાથી ફરિયાદીની પત્નીના સંપર્કમાં હતો. તેણે ફરિયાદીની પત્ની સાથે મિત્રતા કરી મોબાઈલ અને સિમ કાર્ડ આપ્યો હતો.ફરિયાદીની પત્ની અને તેનો પ્રેમી જાલમસિંહ મોબાઈલ પર વાત કરતા હતા.આ વાતની જાણ ફરિયાદીને થતા તેણે આરોપીને પત્ની સાથે વાત ન કરવા જણાવેલ પરંતુ આરોપીએ ઉગ્ર થઈ ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદીને ધમકી આપી દીધી.

આ પણ વાંચો :  સુરત : પતંગની ઘાતક દોરીથી યુવકનું ગળું કપાયું, 3 સે.મી. ઉંડો ઘસરકો પડતા 10 ટાંકા લેવા પડ્યા!

પિયર જવું છે કહી અને પત્ની જાલમસિંહ સાથે ભાગી ગઈ

ગત 18-12-2019ના રોજ ફરિયાદી અને તેની પત્ની ઘરે હાજર હતા અને પત્નીએ જણાવેલ કે તેને પિયર જવુ છે અને પિયર માટે નિકળી ગયેલ પરંતુ સાંજ સુધી પિયરના પહોંચી.ત્યાર બાદ ફરિયાદીએ આરોપી જાલમસિંહને ફોન કરતા તેને ફરિયાદીને ગાળો બોલી અને સરખો જવાબ આપ્યો ન હતો.

ગત 1-1-2010ના રોજ ફરિયાદીએ આરોપીને એક પાનના ગલ્લાએ બોલાવ્યો હતો અને તેની સાથે તેના ભાઈઓ સહિત અન્ય લોકો પણ હાજર હતા ત્યારે આરોપી અને ફરિયાદીએ વાત કરી હતી.  ફરિયાદીએ આરોપીને પૂછ્યુ કે તેની પત્ની ક્યાં છે? ત્યારે આરોપીએ જણાવ્યું હતું કે તેની પત્ની સાથે3-4 મહિના પહેલા પ્રેમસંબંધ હતા અને બે દિવસનો સમય આરોપીએ માંગ્યો હતો પરંતુ તે સમય પણ આરોપીએ ફરિયાદીને ગાળો બોલી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતા આરોપીએ ફોન ઉપાડવાનુ બંધ કરી દીધું હતું .હાલ પોલીસે સમગ્ર મામલે આઈપીસી 498,506(2),294(બી),507 હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.
First published:January 12, 2020, 12:40 pm