Home /News /madhya-gujarat /Ahmedabad Crime: શાક વધારે રસાવાળું બની જતા પતિએ કરી દેવાવાળી, પત્નીની પોલીસ ફરિયાદ
Ahmedabad Crime: શાક વધારે રસાવાળું બની જતા પતિએ કરી દેવાવાળી, પત્નીની પોલીસ ફરિયાદ
વધારે પડતું રસાવાળું શાક બની જતા પતિએ પત્નીને ફટકારી
Ahmedabad Crime: અમરાઈવાડીમાં રહેતી 28 વર્ષીય યુવતી ના દસેક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. હાલ આ યુવતી તેના પતિ અને બે બાળકો તથા વડ સાસુ સાથે રહે છે. યુવતીએ પગભર બનવા માટે ચારેક દિવસથી સિલાઈ કામ શરૂ કર્યું હતું. થોડા દિવસ પહેલા યુવતીનો પતિ નોકરીએથી ઘરે જમવા આવ્યો હતો
અમદાવાદ: શહેરમાં (Ahmedabad Crime) રહેતી એક યુવતી પોતાના પગ પર ઉભી થવા ઘરે બેસી સિલાઈ કામ કરવાનું શીખી હતી. સિલાઈ કામ કરતાં કરતાં તે ઘરકામ પણ કરતી હતી. આ દરમિયાન કામમાંને કામમાં યુવતી રસોઇ બનાવવામાં થોડી ભૂલ થઈ તો તેને પતિએ ફટકારી હતી. યુવતીએ જે શાક બનાવ્યું હતું તેમાં રસો વધારે હોવાથી પતિ આવેશમાં (Husband Hit Wife) આવી ગયો અને બાદમાં તેણે પત્ની પર ગુસ્સો કરી ફટકારી હતી. અગાઉ પણ આ રીતે માર મારી ચૂકેલા પતિથી કંટાળીને પત્નીએ ફરિયાદ કરતા હવે પોલીસે (Ahmedabad Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડીમાં રહેતી 28 વર્ષીય યુવતી ના દસેક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. હાલ આ યુવતી તેના પતિ અને બે બાળકો તથા વડ સાસુ સાથે રહે છે. યુવતીએ પગભર બનવા માટે ચારેક દિવસથી સિલાઈ કામ શરૂ કર્યું હતું. થોડા દિવસ પહેલા યુવતીનો પતિ નોકરીએથી ઘરે જમવા આવ્યો હતો. જેથી કામ પડતું મૂકીને આ યુવતીએ પતિને જમવાનું આપ્યું હતું. પતિ જમવા બેઠો ને બાદમાં તેણે પત્ની પર ગુસ્સો કર્યો હતો. શાકમાં રસો વધારે હોવાથી તેણે પત્ની સાથે ઝગડો કરી માર માર્યો હતો.
બાદમાં આ યુવતીનાં પલતિએ સિલાઈ કામ કરવાની ના પાડી ઘરમાં ધ્યાન આપવાનું કહ્યું હતું. પતિએ લાફા પણ મારતા પત્ની ડરી ગઈ હતી. આખરે તેણે તેના પિયરમાં આ વાત કરતા તેઓએ સારું થઈ જશે તેમ કહી સંસાર ન તૂટે તેવો પ્રયાસ કર્યો હતો. પણ યુવતીના પતિએ અગાઉ પણ આ રીતે હાથ ઉપાડી પત્નીને ફટકારી હોવાથી આખરે યુવતીએ પોલીસ ફરિયાદનો નિર્ણય લીધો હતો.
યુવતી માતા સાથે અમરાઈવાડી પોલીસસ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે પતિ સામે ફરિયાદ આપતા હવે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પતિની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહિલાઓ પર સાસરિયાઓ દ્વારા થતા અત્યાચારના અનેક કિસ્સા સામે આવતા મહિલાઓની સુરક્ષા પર સવાલ થઈ રહ્યા છે.