અમદાવાદ : પત્નીના આડા સંબંધોની જાણ થતા પતિએ ન કરવાનું કામ કરી નાખ્યું

અમદાવાદ : પત્નીના આડા સંબંધોની જાણ થતા પતિએ ન કરવાનું કામ કરી નાખ્યું
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના બોપલ વિસ્તારમાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયા, આડા સંબંધમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ, આરોપીઓ ફરાર

  • Share this:
અમદાવાદઃ શહેરના ગ્રામ્ય વિસ્તાર એવા બોપલ સ્ટરિંગ સિટી પાસેથી એક યુવકની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.  આ કેસમાં પોલીસે તપાસ કરી તો લાશથી દોઢેક કિમી દૂર તેનું વાહન મળ્યું હતું. જોકે, રાત્રે તે તેના મામા સાથે સુઇ ગયો હતો અને બાદમાં ઘરેથી નીકળતા સવારે તેની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે તેને ફોન કરી કલ્પેશ પટેલ નામના વ્યકિતએ બોલાવ્યો હતો અને આરોપી 3-4 હોવાનુ સામે આવ્યુ છે. મૃતકનો આરોપીની પત્ની સાથે આડો સંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે મરનારનો આરોપીની પત્ની સાથે સંબંધ હતો અને એ વાતનો બદલો લેવા તેેણે હત્યા કરી હોવાનું હાલ સામે આવી રહ્યુ છે.જોકે હાલ તમામ આરોપી ફરાર થઈ ગયા છે અને પોલીસે તેમને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો :  ગળાકાપ ઉત્તરાયણ : રાજ્યમાં પતંગની કાતિલ દોરીના કારણે 200 લોકોનાં ગળાં કપાયાં

સવારે લાશ મળી આવી હતી

બનાવની વિગત એવી છે કે શહેરની નજીક આવેલા બોપલ ગામમાં રહેતો અને અદ્વેત હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતો મયંકગિરિ ગોસ્વામી નામનો 23 વર્ષનો યુવક કહ્યાં વગર એક્ટિવા લઈને ઘરેથી રાત્રે 11 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો. આજે વહેલી સવારે સિક્યોરિટી ગાર્ડે મયંકગિરિની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ગેંગસ્ટર ગોસ્વામીની મોડ્સ ઓપરેન્ડી, આવી રીતે સોનાના વેપારીઓને શિકાર બનાવતો હતો

મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે

બોપલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મયંકગિરિને રાત્રે સ્ટર્લિંગ સિટીના રોડ પર દોડતો એક સિક્યોરિટી ગાર્ડે જોયો હતો. પરંતુ કોઈ દારૂ પીધેલો શખ્સ હોવાનું માનીને તેણે પોલીસને જાણ કરી ન હતી. મૃતક મયંકગિરિના પગ અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે.મયંકગિરી તેના પિતરાઇ ભાઇ સાથે રહેતો હતો. મંયકગિરી નોકરીની સાથે સાથે પૂજા પાઠનું કામ પણ કરતો હતો અને જે ભાઇ સાથે રહેતો હતો તે પણ કોઇ મંદિરમાં પૂજા પાઠ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે અને ખરેખર પત્ની સાથે ના સંબંધો કારણભુત છે કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ પોલીસે કાર્યવાહી કરી રહી છે.
Published by:News18 Gujarati
First published:January 15, 2020, 17:37 pm

ટૉપ ન્યૂઝ