Home /News /madhya-gujarat /Ahmedabad Crime: પતિએ પત્નીની જ સાડીથી ગળું દબાવી હત્યા કરી નાખી પછી કહ્યું, ' તારી મા કોઇ સાથે ફોન પર વાત કરતી હતી અને...'

Ahmedabad Crime: પતિએ પત્નીની જ સાડીથી ગળું દબાવી હત્યા કરી નાખી પછી કહ્યું, ' તારી મા કોઇ સાથે ફોન પર વાત કરતી હતી અને...'

પ્રતિકાત્મક તસવીર

Crime Alert: પ્રેમ લગ્ન કરી ત્રણ ત્રણ સંતાનો સાથે રહેતા એક દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. અને ગઈકાલે પણ આમ જ ઝઘડો (Ahmedabad Crime) થયોને પતિએ પત્નીની સાડીથી જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

અમદાવાદ: પ્રેમ લગ્ન કરી ત્રણ ત્રણ સંતાનો સાથે રહેતા એક દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. અને ગઈકાલે પણ આમ જ ઝઘડો (Ahmedabad Crime) થયોને પતિએ પત્નીની સાડીથી જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાડોશીએ મૃતકનાં પુત્રને જાણ કરતા તે ઘરે આવ્યો હતો તેને જોયું તો માતાનું મૃત્યુ થઇ ગયું હતું અને પિતા ત્યાં હાથ જોડી ઉભા હતા (Husband Killed Wife).  માતાને પુત્રએ બેડ પર સુવાડવા જતા કાન અને નાકમાંથી લોહી વહી ગયું હતું. એવામાં જ પુત્રને પિતાએ કહ્યું કે "તારી મા કોઈ સાથે ફોન પર વાત કરતી હતી ને મેં......" સમગ્ર મામલે વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-સુરત:ટ્રાફિક જવાનોની ફરજને સલામ, ઠંડા પવન અને ભારે વરસાદ વચ્ચે દોડતુ રાખ્યું શહેર

વટવામાં આવેલા વસંત ગજેન્દ્રગડકર નામના ચાર માળિયામાં રહેતા શાહરુખ શેખ કેટરિંગ માં મજૂરી કામ કરે છે. તેના પિતા સલીમભાઈ ડુંગળી બટાકા વેચવા વાળા ના ત્યાં નોકરી કરે છે. શાહરૂખના પરિવારમાં માતા પિતા અને એક નાનો ભાઈ તથા એક બહેન છે. તેના માતા પિતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. બુધવારે રાત્રે શાહરુખ જમીને તેના બ્લોકના નીચેના ભાગે ગયો હતો. ત્યારે તે મિત્રો સાથે નીચે હાજર હતો ત્યારે જ પાડોશી નો તેના પર ફોન આવ્યો હતો. અને પાડોશીએ જણાવ્યું કે તું તરત જલ્દી આવ તારા માતા પિતા ઝઘડો કરે છે.  દીકરો જ્યારે પરત આવ્યો ત્યારે માતા છતા પાટ પડી હતી. તેણે તેની માતાને તપાસી પણ તે કઈ બોલી નહિ અને બાદમાં તેને બેડ પર ખસેડવા જતા કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તાત્કાલિક 108 ને જાણ કરાઈ હતી. બાદમાં જાણ થઈ કે તેની માતાની પિતાએ જ હત્યા કરી નાખી હતી.



આ પણ વાંચો- CCTV VIRAL : સુરત: વૉક વે પરથી રૂ. 3.38 લાખની લાઇટ અને સાધનોની ચોરી, ચોર કેમેરામાં કેદ

પિતાને શાહરુખે પૂછતાં તેઓએ જણાવ્યું કે તેની માતા કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. જેથી ગુસ્સો આવી જતા તેઓને ઝઘડો થયો હતો. જેથી તેઓએ પત્નીની સાડીથી જ તેનું ગળું દબાવી દીધું અને હત્યા કરી નાખી હતી. સમગ્ર બાબતની જાણ વટવા પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે પત્નીની હત્યા કરનાર પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Gujarat Samachar, Husband killed wife, અમદાવાદ ક્રાઇમ

विज्ञापन
विज्ञापन