અમદાવાદ : પત્નીને કાઢી મૂક્યા બાદ ભરણપોષણ ન આપતા પતિને 480 દિવસની જેલની સજા


Updated: March 5, 2020, 8:59 AM IST
અમદાવાદ : પત્નીને કાઢી મૂક્યા બાદ ભરણપોષણ ન આપતા પતિને 480 દિવસની જેલની સજા
પ્રતિકાત્મક તસવીર

તે બાદ વોરંટની બજવણી થતા છતાં પતિ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા કોર્ટે પતિની ધરપકડ કરવા પોલીસને આદેશ આપ્યો છે.

  • Share this:
અમદાવાદ : પત્નીને 480 દિવસ સુધી ભરણપોષણની રકમ નહીં આપનારા પતિને ફેમિલી કોર્ટે (Family Court) 480 દિવસની કેદની સજા ફટકારી છે. 16 મહિના સુધી પત્નીને ભરણપોષણની રકમ ન આપતા પતિ સામે કોર્ટે વોરંટ (Warrant) જારી કર્યુ હતું. તે બાદ વોરંટની બજવણી થતા છતાં પતિ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા કોર્ટે પતિની ધરપકડ (Husband arrested) કરવા પોલીસને આદેશ આપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં રહેતા મોહમ્મદઅફઝલ શેખે તેની પત્ની આસ્કા બાનુને દહેજ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ આસ્કા બાનુએ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ફેમિલી કોર્ટે મોહમ્મદ અફઝલ શેખે મહીને ₹5000 નું ભરણપોષણ આસ્કા બાનુને આપવું તેવો આદેશ કર્યો હતો. આ આદેશનું મોહમ્મદઅફઝલ શેખે પાલન કર્યું ન હતું.

આ પણ વાંચો : અમદાવાદ : ફોલોઅર્સ વધારવા માટે યુવતીની તસવીર ચોરીને બનાવી દીધી પ્રોફાઇલ અને પછી...

આ રકમ ચૂકવવા માટે કોઈ તજવીજ કરી ન હતી. આથી કુલ 16 મહિના સુધી ભરણપોષણ આપ્યું ન હતું અને આ રીતે મોહમ્મદઅફઝલ શેખે, અકશા બાનુ ને કુલ 80 હજાર રૂપિયા  ચૂકવવાનાં બાકી નીકળતા હતા. આથી આસ્કા બાનુએ તેના વકીલ મોહમદ સલીમ સૈયદ દ્વારા ફરી ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ડિમોલીશનમાં પોતાના ઘરનો સામાન બહાર ફેંકાતો જોઇ કોન્સ્ટેબલ બન્યો 'સિંઘમ', થઇ ધરપકડ

જેમાં આ રકમની ચુકવણીનો કેસ ચાલી જતા અને પતિ કોર્ટમાં સતત હાજર ન રહેતા કોર્ટે 480 દિવસની સજા ફટકારી છે. આ  સાથે પોલીસ કમિશનરને (police Commissioner) હુકમ કર્યો છે કે, પતિને પકડીને જેલમાં મોકલવા સંદર્ભે સત્વરે યોગ્ય પગલા લે.આ વીડિયો પણ જુઓ : 
First published: March 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading