અમદાવાદ : પત્નીએ તેની બહેનપણીના ભાઈ સાથે વાત કરતા પતિએ કાઢી મૂકી!


Updated: February 19, 2020, 11:05 AM IST
અમદાવાદ : પત્નીએ તેની બહેનપણીના ભાઈ સાથે વાત કરતા પતિએ કાઢી મૂકી!
પ્રતિકાત્મક તસવીર

પરિણીતાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ શંકા રાખીને તેના પર ત્રાસ ગુજારતો હતો, બંનેએ 2019માં પ્રેમ લગ્ન કર્યાં હતાં.

  • Share this:
અમદાવાદ : શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પતિ સામે આક્ષેપ કર્યો છે કે તે તેની બહેનપણીના ભાઇ સાથે વાત કરતી હતી. આ દરમિયાન બહેનપણીના ભાઇએ તેને આરટીઓને લગતું કોઈ કામ હોય તો કહેવાનું કહ્યું હતું. આ વાત તેનો પતિ સાંભળી ગયો હતો. જેથી શંકા રાખી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. અવારનવાર શંકા રાખી ત્રાસ આપનાર પતિ સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા ખાડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના રાયપુર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતા ઘાટલોડિયામાં એક કોલેજમાં એસ.વાય બીએસસીનો અભ્યાસ કરે છે. વર્ષ 2019માં તેણે એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં હાથીજણ ખાતે ભાડેથી રહેતા હતા પણ સાસુ અવારનવાર મહેંણા મારતી હતી. થોડા દિવસો પહેલા પરિણીતાના પતિને આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સનું કામ પડતા પતિ-પત્ની આરટીઓ ગયા હતા. અહીં તેની બહેનપણીનો ભાઇ મળ્યો હતો.

આ દરમિયાન તેણે કહ્યું કે તે આરટીઓમાં કામ કરે છે, એટલે કંઈ કામ હોય તો કહેજે. આ વાત પરિણીતાનો પતિ સાંભળી ગયો હતો. પતિએ બહેનપણીના ભાઇ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કરતા જ પરિણીતા તેના પિયરમાં જતી રહી હતી. આખરે પતિની આ વાતોથી કંટાળીને પરિણીતાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

First published: February 19, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading