લાઇટ બિલના કેસમાં પત્નીની સામી ફરિયાદ, 'પતિએ રાત્રે 2.30 વાગ્યે સંબંધ બાંધવા દબાણ કર્યું'

News18 Gujarati
Updated: November 15, 2019, 3:30 PM IST
લાઇટ બિલના કેસમાં પત્નીની સામી ફરિયાદ, 'પતિએ રાત્રે 2.30 વાગ્યે સંબંધ બાંધવા દબાણ કર્યું'
બે દિવસ પહેલાં આ મહિલાએ પતિને લાઇટ બીલ ભર્યુ ન હોવાથી ધોકાથી ધોકાવ્યો હતો.

લાઇટ બીલ ન ભરવાના મુદ્દે અમદાવાદ શહેરમાં પતિને ધોકાવનાર 41 વર્ષીય પત્નીએ પતિ અને સાસરીયાઓની સામે ફરિયાદ નોંધાવી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : તાજેતરમાં શહેરના (Naroda Ahmedabad) નરોડા વિસ્તારમાં રહેતાં પતિએ પત્ની અને પુત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. પતિએ લાઈટ બિલ ન ભરતાં પત્નીએ ઉશ્કેરાઈને પતીને (Beaten Huband) માર માર્યો હતો. ત્યારે હવે લાઈટ બિલ ન ભરતા અનેક દિવસોથી અંધારામાં રહેતી પત્નીએ (wife) પતિ સહિત સસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પત્નીની ફરિયાદ મુજબ સસરિયાઓ (in laws) અનેક વર્ષોથી ત્રાસ તો આપતા જ હતા પણ હવે પતિએ રાત્રે અઢી વાગ્યે શારીરિક (Sex) સબન્ધ બાંધવા દબાણ કર્યું પણ પત્નીએ ના પાડતા જ પતિએ પત્નીને ફટકારી (Beaten) હતી. આખરે પતિ સહિત સસરિયાઓ સામે 41 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.

નરોડા સ્મશાનની સામે આવેલી એક સોસાયટીમાં રહેતી 41 વર્ષીય મહિલાના લગ્ન 22 વર્ષ પહેલાં થયા હતા.સંતાનમાં 20 વર્ષની પુત્રી અને 16 વર્ષનો પુત્ર છે. ગત તા. 13મીએ આ મહિલા સુઈ ગઈ હતી ત્યારે અચાનક પતિએ રાત્રે અઢી વાગ્યે તેને શરીર સબન્ધ બાંધવા દબાણ કર્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદના PIની દિલેરી, ગરીબ બાળકીને હોટલનું ભોજન જમાડી 'ચિલ્ડ્રન્સ ડે' ઉજવ્યો

ઊંઘમાંથી ઉઠાડીને અચાનક આવી માંગણી કરતા પરિણીતાએ પતિને ના પાડી હતી. જેને લઈને પતિ પણ આવેશમાં આવી ગયો અને પત્નીને માર માર્યો હતો. પતિ પત્નીના ઝગડાને જોઈને પરિવાર જાગી ગયો હતો અને અડધી રાત્રે ઘરમાં આ માથાકૂટ ચાલી હતી. પત્નીને ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડી હતી. બીજીતરફ તેણે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : 'બહાર નીકળ તું,' રોડના ભ્રષ્ટાચાર મુદ્દે મહિલા તલાટી ભડક્યા! વીડિયો વાયરલ

પરિણીતાએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેના સસરિયાઓ અનેક વર્ષોથી ત્રાસ આપતા હતા અને દહેજની પણ માંગણી કરતા હતા. છેલ્લા 25 દિવસોથી પતિએ લાઈટ બિલ પણ ભર્યું ન હતું અને લાઈટ કનેક્શન કપાઈ જતા અંધારામાં રહેવું પડતું હતું. આખરે નરોડા પોલીસે આ આક્ષેપોને સાંભળી આઇપીસી 498(a), 323,324, 294 (ખ), 114 અને દહેજ પ્રતિબન્ધ નિયમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: November 15, 2019
વધુ વાંચો
अगली ख़बर