Home /News /madhya-gujarat /

અમદાવાદ : પત્નીએ ચા મોડી બનાવતાં ગુસ્સે ભરાયેલા પતિએ માર્યો ઢોર માર, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

અમદાવાદ : પત્નીએ ચા મોડી બનાવતાં ગુસ્સે ભરાયેલા પતિએ માર્યો ઢોર માર, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

અનેક લોકોને આદત હોય છે કે સવારે આંખ ખુલવાની સાથે જ તે ચા પીને દિવસની શરૂઆત કરે છે. પણ આ આદત તમારા શરીરને નુક્શાન પહોંચાડી શકે છે. જો તમે પણ સવારે ખાલી પેટે ચા પીવાનું પસંદ કરતા હોવ તો આ લેખ તમારે વાંચવો જ રહ્યો. કારણ કે આજે અમે તમને શરીરમાં ખાલી પેટે ચા પીવાથી શું શું સંભવિત નુક્શાન થઇ શકે છે તે વિષે વિગતવાર જણાવીશું.

ચા બનાવવામાં મોડું થતાં દારૂડિયા પતિનો ગુસ્સો આસમાને પહોંચ્યો, પત્નીએ પિયરે જઈને નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદ : જ્યારે પતિનું કહ્યું પત્ની ન માને ત્યારે પતિ આવેશમાં આવી જતો હોવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર (Bapunagar)માં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને ચોંકી જશો. પતિએ ચા (Tea) મૂકવાનું કહેતા પત્નીએ થોડી વાર રહીને બનાવવાનું કહ્યું હતું. અંતે ચા બનાવતા મોડું થતા પતિએ પત્નીને ફટકારી હતી અને આખરે મામલો પોલીસ સ્ટેશન (Police Station)માં પહોંચ્યો છે.

બાપુનગરની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા નિતા ધામેચા, પતિ અને બાળકો સાથે રહીને દરજી કામ કરે છે. તેમનો આક્ષેપ છે કે તેમનો પતિ વિજય ધામેચા દારૂ પીને સતત હેરાન કરી ઝગડા કરતો હતો. બે દિવસ પહેલા વિજયે સવારે 10 વાગ્યે નિતાને ચા મૂકવાનું કહ્યું હતું. નિતાએ કામ પતાવીને આપું એમ કહીને બાદમાં ચા મૂકી હતી. પણ ચા બનાવવામાં સમય લાગતા વિજય આવેશમાં આવી ગયો હતો અને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું.

નિતાએ તેના પિયરમાં જાણ કરતા પતિ વિજય આવેશમાં આવી ગયો અને વધુ માર મારવા લાગ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)


આ પણ વાંચો, સુહાગરાતના એક દિવસ પહેલા પતિના મોબાઇલ પર આવ્યો પત્નીનો પૉર્ન વીડિયો અને પછી...

જેના કારણે નીતાએ ગાળો બોલવાની ના પાડતા તેને માર માર માર્યો હતો. નિતાએ તેના પિયરમાં જાણ કરતા પતિ વિજય આવેશમાં આવી ગયો અને વધુ માર મારવા લાગ્યો હતો.
નિતાથી આ સહન ન થતા તે બાપુનગર તેમના પિયર જતી રહી હતી. પિયરમાં ગયા બાદ દુખાવો થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસે આ મામલે વિજય સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો, Coronaને લીધે ધંધામાં મંદી આવતા અમદાવાદના વેપારીઓ બેઠા જુગાર રમવા, પોલીસે પાડ્યો દરોડો
Published by:Mrunal Bhojak
First published:

Tags: Bapunagar, Crime news, Domestic violence, TEA, અમદાવાદ, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन