નમસ્તે ટ્રમ્પ : હોટલ માલિકોએ રૂમનાં ભાવમાં 30%નો વધારો કર્યો

News18 Gujarati
Updated: February 19, 2020, 3:59 PM IST
નમસ્તે ટ્રમ્પ :  હોટલ માલિકોએ રૂમનાં ભાવમાં 30%નો વધારો કર્યો
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

એક અંદાજ મુજબ વિદેશ અને દેશમાંથી પણ 5 હજાર જેટલા લોકો અમદાવાદનાં મહેમાન બનવાના છે.

  • Share this:
અમદાવાદ : જગત જમાદાર ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે તો સાથે સાથે 5 હજાર જેટલા દેશનાં અને વિદેશનાં મહેમાનો પણ અમદાવાદ ખાતેના તેમના કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવશે. પરીણામે 4 સ્ટાર અને 5 સ્ટાર હોટેલ્સનાં ધંધામાં એકાએક તેજીનો માહોલ સર્જાયો છે પરીણામે હોટેલોએ પોતાના ભાવમાં 25થી 30 ટકાનો ભાવવધારો કર્યો છે.

અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે તેમના હસ્તે વિશ્વના સૌથી મોટા મોટેરા ખાતેના સ્ટેડીયમનું ઓપનીંગ થવા જઈ રહ્યુ છે. સાથે સાથે અમેરીકી ડેલિગેશન પણ તેમની સાથે આવશે અને એક અંદાજ મુજબ વિદેશ અને દેશમાંથી પણ 5 હજાર જેટલા લોકો અમદાવાદનાં મહેમાન બનવાના છે. પરિણામે, હોટેલ માલિકોએ હોટેલનાં ભાડામાં વધારો કર્યો છે. સ્પેશિયલ 5000વાળા રૂમનાં 7000 અને 7000 વાળા રૂમનાં 10000 સુધી વધારો કરવામાં આવ્યો છે.

હોટેલ્સ એસોશિએસન પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતુ કે, 21થી 24 તારીખ સુધીમાં ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટેલ્સમાં રુમોની ડીમાંડ સપ્લાય પર હોટેલ્સ ભાવ વધારે છે. તે પ્રમાણે હોટેલ્સનાં ભાડામાં 25થી 30 ટકા જેટલો ભાડા વધારો થયો છે. તેમની સુરક્ષા માટે પણ અમે લોકો વિશેષ સાવધાની રાખી છે. વિદેશી મહેમાનોને સીક્યોરિટી પ્રોપર મળી રહે તેમને કોઈ તકલીફ ન પડે તેનુ પણ અમે હોટેલ્સ એશોસિએશન રાખી રહ્યા છીએ.

અમેરીકાથી ટ્મ્પની સાથે અનેક ડેલીગેશનો આવી રહ્યાં છે .તેમાં વિવિધ હોટેલ્સ એશોસિએશન છે. બીજી ગુજરાતી સંસ્થાઓ છે તેમજ દેશની વાત કરીએ તો દિલ્હીમાં ફીક્કી, સીઆઈઆઈ અને એશોચેમ જેવી સંસ્થાઓના મેમ્બરો પણ ઓલ ઈન્ડીયાથી ટ્રમ્પની વીઝીટ માટે આવી રહ્યા છે. લગભગ દેશના અને વિદેશનાં મળી 5 હજાર જેટલા મહેમાનો 21થી 24માં અમદાવાદના મહેમાન બનશે. તો કેટલીક હોટેલ્સે આવા મહેમાનો માટે રુમ રીઝર્વ પણ રાખ્યા છે. અમદાવાદની નારાયણી હોટેલ્સે તો આવનાર મહેમાનો માટે રુમ રીઝર્વ પણ રાખ્યા છે. નારાયણી હોટેલનાં માલિક ગોપીરામ ગુપ્તાએ જણાવ્યુ કે, અમને ખુશી છે ટ્રમ્પ આવી રહ્યા છીએ અને અમે તૈયાર છીએ. 23 અને 24 માટે 50 ટકા જેટલા રુમ અમે એમના માટે અવેલેબલ રાખ્યા છે. કોઈપણ વીવીઆઈપી આવે તો અમે એના માટે બીલકુલ તૈયાર છીએ. તેમનું સ્વાગત દિલથી કરીશુ અને પુરેપુરો એમને અમારો સહયોગ રહેશે.

આ પણ વાંચો : Namaste Trump : આ રંગનાં કપડાં કે ખિસ્સામાં રૂમાલ હશે તો પણ સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળે

ટ્રમ્પ ભલે પધાર્યા તેવુ કહી રહ્યા છે હોટેલ માલીકો હોટેલ બીઝનેશમાં એકાએક સારી એવી તેજીનો માહોલ સર્જાયો છે તો અમદાવાદની 4 સ્ટાર અને 5 સ્ટાર હોટેલ્સ 21 થી 24 સુધી બીલકુલ પેક જોવા મળી રહી છે.આ વીડિયો પણ જુઓ : 
First published: February 18, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading