અમદાવાદ: આરોગ્ય વિભાગના નવા નિયમ સામે હોટલ માલિકોનો રોષ, મુખ્યમંત્રીને કરશે રજૂઆત

News18 Gujarati
Updated: November 10, 2019, 5:31 PM IST
અમદાવાદ: આરોગ્ય વિભાગના નવા નિયમ સામે હોટલ માલિકોનો રોષ, મુખ્યમંત્રીને કરશે રજૂઆત
રસોડા બહાર NO ENTRYના બોર્ડ કાઢી લેવાં સામે વિરોધ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફુડ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તમામ હોટલ માલિકોએ સરકારના પરિપત્ર વિરુધ્ધ અવાજ ઉઠાવી નારાજગી દર્શાવી.

  • Share this:
દીપિકા ખુમાણ: સરકારના પરિપત્ર બાદ ગુજરાતની તમામ હોટલ રેસ્ટોરન્ટના રસોડામાં નો એન્ટ્રીના બોર્ડ દુર કરવા માટે સુચના આપવામા આવી છે. આ નિર્ણય હેઠળ તમામ હોટલને આદેશ આપ્યો કે હવે કોઈપણ હોટલના રસોડામાં નો એન્ટ્રીનું બોર્ડ લગાવવું નહીં. આ આદેશ બાદ કેટલીક હોટલ માલિકોએ બોર્ડ કાઢી લીધાં તો બીજી તરફ કેટલીક હોટલ પરથી અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનાં હેલ્થ વિભાગે બોર્ડ કાઢ્યા. આ  બાબતે હોટલમાલિકોએ પણ તાત્કાલિક મીટિંગ બોલાવી સરકારના આદેશનો વિરોધ કર્યો છે.

ફૂડ કમિટિની બેઠકમાં વિરોધ

શનિવારે સાંજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફૂડ કમિટિના ચેરમેન હિરેન ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક મળી. જેમાં હોટલ માલિકોએ ગ્રાહકોના કિચનની તપાસ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેઓ પોતાના રેસ્ટોરાં અને હોટલના રસોડામાં કાચની બારી મૂકવા તૈયાર છે, પરંતુ બેઠક હોલમાંથી રસોડા વચ્ચે બારી મૂકવામાં મુશ્કેલી છે. આ ઉપરાંત તેઓ સીસીટીવી કેમેરા લગાવે તો તેમની રેસીપી તેમજ અન્ય ટેકનોલોજી સાધનોની પ્રાઇવેસી રહેતી ન હોવાનું જણાવીને સીસીટીવીનો પણ વિરોધ કર્યો હતો.

આ મુદ્દાને કારણે નહીં માને હોટલ માલિકો

હોટલ માલિકો કહે છે કે રસોડામાં આવેલા ગ્રાહકોની સુરક્ષાની જવાબદારી કોન લેશે. કોઇ પણ બીમાર ગ્રાહકો રસોડામાં આવે તો ગંભીર પ્રશ્નો સર્જાઇ શકે છે, ઉપરાંત બ્લેકમેઇલિંગના કિસ્સા વધવાનો ડર રહેશે. એવી પણ દલીલ થઇ હતી કે રસોડા અને હોલ વચ્ચે કાચની બારી મુકાય તેવી વ્યવસ્થા નથી. આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફુડ કમિટીના ચેરમેન હિરેન ગાંધીના કહેવા પ્રમાણે સરકારના પરિપત્રનું ખોટું અર્થઘટન થયું છે. ગ્રાહકો હોટલમાં જઈ શકશે તેવી કોઈ જ વાત પરિપત્રમા લખેલી નથી.

સરકારનો કાયદો ગળુ કાપવા બરાબર

આ અંગે હોટલ માલિક જયક્રિષ્ના જડવાણીનું કહેવું છે કે પ્રેક્ટિકલી હેરિટેજ હોટલ ત્યાં આવું શક્ય નથી.. એમાંય બારી લગાવવી. જો કે નવા નિયમો માટે ગુજરાત હોટલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણી પણ કહે છે કે સરકારનો કાયદો ગળુ કાપવા બરાબર છે. જેને લઈને હોટલમાલિકો ભેગા થઈને લેખિતમાં રજુઆત કરશે અને સાત દિવસમાં તેઓ મુખ્યમંત્રીને મળવા જશે. સરકારના પરિપત્રને લઈને હાલ હોટલમાલિકો અને સરકાર વચ્ચે ઘર્ષણ સર્જાવાની શક્યતાઓ છે.

First published: November 10, 2019, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading