લો, શરીર જ જોવું છે ને? જોઇ લો!

News18 Gujarati
Updated: June 23, 2018, 2:01 PM IST
લો, શરીર જ જોવું છે ને? જોઇ લો!

  • Share this:
અમદાવાદના કોન્ફ્લિટોરમમાં 23-24 જૂનના રોજ મલ્લિકા તનેજા એક નાટક ભજવવાની છે. આ નાટકની ચર્ચા એટલા માટે વધુ થાય છે કારણ કે આ નાટક દરમિયાન એક યુવતી પહેલા નિર્વસ્ત્ર થાય અને કપડાઓનો ઢગ પોતાના પર ચઢાવે છે. પણ આ નાટક કપડા પહેરવા અને નિકાળવાની આ પ્રક્રિયા કરતા ધણી મોટી વાત એક રમૂજી અંદાજમાં કહી જાય છે. મલ્લિકા તનેજા ભારત ભર અને વિદેશોમાં તેના મોનોલોગ નાટક "Be careful" માટે જાણીતી છે. તે ભારતની નિર્વસ્ત્ર થઇને સ્ટેજ પર પરફોર્મ કરનારી બીજી આર્ટીસ્ટ છે. તેમને ઝ્યૂરિચમાં એવોર્ડ પણ મળ્યો છે. અને આ તમામની શરૂઆત દિલ્હીના નિર્ભયા ગેંગરેપ અને તે પછી આજ દિવસ સુધી મહિલા પર ઠેર ઠેર થઇ રહેલા બળાત્કારના કિસ્સા પર એક સશક્ત મુદ્દાને વાચા આપવાથી થઇ હતી.

ઉલ્લેખનીય છે કે મલ્લિકાના આ સ્ટેજ શો 18 વર્ષથી ઉંમરના લોકોને જોવા માટે જ અનુમતિ અપાય છે અને તેના સ્ટેજ શો દરમિયાન મોબાઇલ કે કેમેરો લઇ જવાની છૂટ નથી. ત્યારે અમદાવાદમાં પહેલીવાર પરફોર્મ કરવા આવેલી મલ્લિકા તનેજા સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી. પહેલીવાર ગુજરાત આવેલી મલ્લિકાએ અહીંના થિયેટર જગત અને ગુજરાતીઓના ઉષ્માભેર આવકારના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે ગત પાંચ વર્ષથી મલ્લિકા દુનિયાભરમાં આ નાટક કરી રહી છે.

કેવી રીતે આવ્યો આ વિચાર

જ્યારે અમે તેને પુછ્યું કે સ્ટેજમાં અનેક લોકો સામે મહિલા તરીકે નિર્વસ્ત્ર પરફોર્મ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તો તેમણે કહ્યું કે મારા પરિવારની મહિલાઓથી લઇને માયા રાવ, મણીપુરની તે 12 મહિલાઓ જેમણે આર્મી સામે નગ્ન થઇને વિરોધ કર્યો હતો..આવી અનેક મહિલાઓ છે જે મારી હિંમત બાંધે છે. સાથે જ તેણે કહ્યું કે મારું આ નાટક બોલ્ડનેશ કરતા અનેક ધણું મહત્વનું છે. હું અહીં તેવી તમામ મહિલાઓની વાતો કરું છે જેમને હંમેશા કહેવામાં આવે છે સરખા કપડા પહેરો, આંખો નીચી રાખીને ચાલો, ટાઇમસર ઘરે પાછા આવી જાવ અને આવી તમામ તકેદારી રાખવા છતાં બળાત્કારના કિસ્સાઓ ના બંધ થાય જ અને ના જ બંધ થાય છે તે માટે સ્ત્રીઓને જવાબદાર ઠેરવવાની પ્રણાલી.અભદ્ર વર્તનહાલ Metoo જેવા કેમ્પેઇન દુનિયાભરમાં ચાલે છે ત્યારે શું મહિલાઓની સમસ્યાને વાચા આપતી મલ્લિકા જોડે પણ આવું કદી થયું છે તેના જવાબમાં મલ્લિકાએ કહ્યું કે ભલે હું નાટક દ્વારા મહિલાઓની આ સમસ્યાને વાચા આપતી હોવ પણ તેમ છતા હું પણ એક મહિલા છું અને બીજી કોઇ મહિલાઓની જેમ મારી સાથે તેવા કિસ્સાઓ થયા છે.

મહિલાઓની સમસ્યા અને મલ્લિકા

મલ્લિકાએ કહ્યું કે હાલમાં જ ઝારખંડમાં સંસ્થાના પ્રચાર પ્રસારના કામે ગયેલી મહિલાઓ સાથે બંદૂકની અણીએ ગેંગરેપ થયો હતો. હું આટલા સમયથી આ નાટક કરી રહી છું પણ ક્યારેક પોતાને થાકેલી અને હારેલી અનુભવી છું. પણ સાથે જ આશા રાખું છું કે મારા જેવા અનેક લોકોના આવા પ્રયાસથી એક સંવાદ ચોક્કસથી આ મુદ્દે ચાલુ રહેશે. જે આ વિષય પર જાગૃતતા ફેલાવશે. મારું આ નાટક બળાત્કાર અને સ્ત્રીઓની સલામતીની ગંભીર સમસ્યાને એક રમૂજી અંદાજમાં વાચા આપે છે જે બાદ લોકો પોતે આ અંગે મનમાં વિચારે તે જરૂરી છે.
First published: June 23, 2018
વધુ વાંચો
अगली ख़बर