Home /News /madhya-gujarat /અમદાવાદઃ ખાનગી હોસ્પિટલની બેદરકારીએ કોરોના દર્દીનો ભોગ લીધો, AMCએ 32 હોદ્દેદારોને ફટકારી નોટિસ

અમદાવાદઃ ખાનગી હોસ્પિટલની બેદરકારીએ કોરોના દર્દીનો ભોગ લીધો, AMCએ 32 હોદ્દેદારોને ફટકારી નોટિસ

પ્રતિકાત્મક તસવીર

આ હોસ્પિટલ દ્વારા દરિયાપુરના દર્દી હરીશ કડિયાને સમયસર સારવારના આપવાનો આક્ષેપ કર્યો હતો. જે અંગે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા હોસ્પિટલ સત્તા તરફથી યોગ્ય જવાબ મળ્યો નહોતો.

અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) રાજસ્થાન હોસ્પિટલ (Rajasthan hospital) ચેરમેન સહિત બોર્ડ ઓફ મેનેજમેન્ટના 8 સભ્યો અને 24 ટ્રસ્ટીઓ મળી 32 હોદ્દેદારોને એપેડેમીક એકટ (Epidemic Act) અતંર્ગત કાર્યવાહી કરવા અંગે નોટિસ  આપી છે. આ હોસ્પિટલ દ્વારા દરિયાપુરના કોરોનાના (coronavirus) દર્દી હરીશ કડિયાને સમયસર સારવાર નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો. જે અંગે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા હોસ્પિટલ સત્તા તરફથી યોગ્ય જવાબ મળ્યો નહોતો. તપાસમાં હોસ્પિટલ સત્તાધીશો વિરુદ્ધ બેડના 50 ટકા ક્વોટા ફાળવવામાં છતાં હોસ્પિટલ દ્વારા બેદરકારી દાખવવામાં આવતા આ અંગે હોસ્પિટલને નોટીસ અને ભારે દંડ કરવામાં આવ્યો છે.

શું હતો આખોય કિસ્સો?
અમદાવાદના દરિયાપુરમાં રહેતા જતીન કડિયાના આક્ષેપ પ્રમાણે તેમના પિતા હરીશ કડિયાને 20 દિવસથી લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શુક્રવારે તેમને વેન્ટિલેટરની જરૂર પડતાં લાઇફ કેર હોસ્પિટલ દ્વારા રાજસ્થાન હોસ્પિટલના ડોકટર સાથે વાત કર્યા બાદ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ દ્વારા ઓકસીજન સાથે દર્દીને રાજસ્થાન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

જે વાત દર્દીના પૂત્રના આક્ષેપ પ્રમાણે હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું કે કોવિડના દર્દી હોવાથી હોસ્પિટલના પાછળના ગેટ ઉપરથી લાવો જેથી દર્દીને પાછળના ગેટ પર લઈ જવાયા પરંતુ દર્દીના પુત્રના કહેવા પ્રમાણે હોસ્પિટલ દ્વારા 20 મિનિટ સુધી ગેટ ખોલવામાંના આવ્યો જેને  લઇને સ્ટાફે દરવાજો ખોલ્યો નહિ જેને કારણે દર્દીનું મૃત્યુ થયું હતું.
Published by:ankit patel
First published:

Tags: અમદાવાદ, એએમસી`

विज्ञापन
विज्ञापन