હાથ બતાવીએ તો લોકો ઊભા રહેતા નથી, માસ્ક પહેરીને સીટી કેવી રીતે મારીએ? હોમગાર્ડનો વીડિયો વાયરલ

હાથ બતાવીએ તો લોકો ઊભા રહેતા નથી, માસ્ક પહેરીને સીટી કેવી રીતે મારીએ? હોમગાર્ડનો વીડિયો વાયરલ
હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ થયો.

Ahmedabad home guard viral video: હોમગાર્ડ જવાને વીડિયો વાયરલ કરીને ઠાલવી પોતાની વ્યથા, "સીટી મારવા માસ્ક કાઢીએ છીએ તો પોલીસ રિપોર્ટ કરે છે, સીટી માર્યાં વગર લોકો ઊભા રહેતા નથી."

  • Share this:
અમદાવાદ: શહેરમાં ફરજ બજાવતા એક હોમગાર્ડ જવાને (Ahmedabad home guard video) એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા જ પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. હોમગાર્ડ જવાને માસ્ક કાઢીને સીટી મારીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી. જોકે, માસ્ક કાઢીને ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા આ હોમગાર્ડ જવાન વિરુદ્ધ રિપોર્ટ કરાયો છે. જે બાદમાં વીડિયો વાયરલ કરીને હોમગાર્ડ જવાને પોતાની વ્યથા ઠાલવી છે. આ હોમગાર્ડ જવાને ટ્રાફિક એ.એસ.આઈ અને હેડ કોન્સ્ટેબલ ગેરવર્તણૂક કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી હોમગાર્ડ જવાનો તોડ કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે હવે એક હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ થયો છે. શહેરમાં પ્રજા અને પોલીસ વચ્ચે માસ્ક બાબતે ઘર્ષણ જોવા મળે છે પણ હવે પોલીસ અને હોમગાર્ડ વચ્ચે આ પ્રશ્ન ઊભો થયો છે.આ પણ વાંચો: નરોડા પાટિયા પાસે કૃષ્ણનગર ચાર રસ્તા પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાન માસ્ક નહીં પહેરીને આ અંગે દંડ પણ ન ભરતા હોવાનો રિપોર્ટ જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ તરફથી કરવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસના આ કર્મીઓ સામે હોમગાર્ડ જવાન આક્ષેપ કરે છે અને કહે છે કે, એ.એસ.આઈ અને હેડ કોન્સ્ટેબલ તેમની સાથે ગેરવર્તન કરે છે. પોતે માસ્ક પહેરે છે પણ ટ્રાફિક હળવો કરવા જ્યારે સીટી વગાડવા માસ્ક ઉતારે છે ત્યારે તેમને માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે. હોમગાર્ડ જવાન નવનીતભાઈ વીડિયોમાં કહે છે કે તેઓ હાથ બતાવે છે તો લોકો ઊભા રહેતા નથી, બીજી તરફ અહીંના ઇન્ચાર્જ લોકોને ઊભા રાખવાનું કહે છે. લોકો સીટી મારીએ તો જ ઊભા રહે છે. હવે અમે સીટી મારીએ કે માસ્ક પહેરીએ એ સમજાતું નથી!
Published by:Vinod Zankhaliya
First published:January 18, 2021, 16:31 pm

ટૉપ ન્યૂઝ