Home /News /madhya-gujarat /શિવરંજની હિટ એન્ડ રન : આરોપી પર્વને ફોઈના ઘરે ઊંઘ ન આવી, સવારે સાણંદ માતાજીના દર્શન કરવા ગયો હતો

શિવરંજની હિટ એન્ડ રન : આરોપી પર્વને ફોઈના ઘરે ઊંઘ ન આવી, સવારે સાણંદ માતાજીના દર્શન કરવા ગયો હતો

શિવરંજની હિટ એન્ડ રન : આરોપી પર્વને ફોઈના ઘરે ઊંઘ ન આવી, સવારે સાણંદ માતાજીના દર્શન કરવા ગયો હતો

પોલીસે અકસ્માત બાદ આરોપી પર્વ અને તેના મિત્રો કયાં કયાં ગયા હતા એની તપાસ કરી

અમદાવાદ : શહેરના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આત્મસમર્પણ કરનાર આરોપીને આજે કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડ મેળવવામાં આવશે. આરોપીનું નિવેદન લીધા બાદ પોલીસે તેના 3 અન્ય મિત્રોને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને બાદમાં ચારેય લોકો સામે 188 મુજબ કાર્યવાહી કરી હતી. આ મિત્રો બનાવ દરમિયાન પર્વ સાથે કારમાં હતા ત્યારે તેમાંના એક યુવકને લોકોએ મારતા ઇજાઓ પહોંચી હતી. આટલું જ નહીં તપાસમાં સામે આવ્યું છે કે પાર્થ તેના પિતાના એક મિત્રના ત્યાં ગયો અને બાદમાં તેની ફોઈના ઘરે ગયો હતો. જ્યાં તેને રાતભર ઊંઘ આવી ન હતી અને સવારે મેલડી માતાના દર્શન કરવા સાણંદ પણ ગયો હતો. આ તમામ મિત્રોને પોલીસે અલગ અલગ રાખીને એક બાદ એકના નિવેદન નોંધ્યા હતા.

પોલીસે અકસ્માત બાદ આરોપી પર્વ અને તેના મિત્રો કયાં કયાં ગયા હતા એની તપાસ કરી હતી. પોલીસે ચારેયનાં નિવેદન પણ લીધાં હતાં. પોલીસને તમામનાં નિવેદન મેચ થતાં હોવાનું જણાવ્યુ છે. અકસ્માત બાદ ચારેય મિત્રો ઘટનાસ્થળેથી અલગ અલગ દિશામાં ભાગી બીઆરટીએસ રેલિંગ કૂદીને નેહરુનગર તરફ ગયા હતા. ઘટનાસ્થળે પર્વના એક મિત્ર પાર્થને માર પડ્યો હતો. પાર્થનો પરિવાર પાર્થને માર પડ્યો એની પોલીસ ફરિયાદ કરવા નથી માગતો તેવું તેના પરિવારજનો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદમાં હિટ એન્ડ રન : ફરાર થયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો, જાણો શું કહ્યું

નેહરુનગર સર્કલ પહોંચ્યા બાદ ચારેય જણાએ પરિવારજનોને ફોન કર્યા હતા. ચારેય જણા બાદમાં પર્વના પિતાના મિત્ર પ્રકાશભાઈના મીઠાખળી ખાતેના આદિત્ય ફ્લેટ ખાતે ગયા હતા. બાદમાં પર્વ અને તેનો એક મિત્ર પર્વના ફોઈ દીપ્તિ બહેનના રાજહર્ષ ફ્લેટમાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા. પર્વને ઘટનાની રાત્રે ઊંઘ પણ નહોતી આવી. અકસ્માતની રાત બાદ સવારે પર્વ તેનાં પરિવારજનો સાથે સાણંદ મેલડી માતાનાં દર્શન કરવા ગયો હતો. બાદમાં તે માસી અલપાબહેનના પાલડી ખાતેના આગમ ફ્લેટ પર પહોંચ્યો હતો અને બાદમાં પોલીસ સમક્ષ હાજર થયો હોવાનું એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઇ બી.બી. વાઘેલાએ જણાવ્યું છે.
" isDesktop="true" id="1109715" >

બીજી તરફ કર્ફ્યૂના સમયે બહાર નીકળવા બદલ પોલોસે ચારેય મિત્રો સામે 188 જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. તો પોલીસે આ કેસમાં 304ની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કર્યો છે અને પર્વને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ તપાસનીશ અધિકારીએ જે કાર આઇ20 સાથે પુરઝડપે દોડતી હતી તે કારની ભાળ મેળવવા માટે સીસીટીવી તપાસવામાં આવશે. ત્યારબાદ રેસ લગાવી હતી કે કાર ચાલકથી ગભરાઈને પર્વએ આ અકસ્માત સર્જ્યો તે બાબતે ખુલાસો થશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad Breaking News, Ahmedabad hit and run, Breaking News, Shivaranj hit and run, અમદાવાદ, હિટ એન્ડ રન