જુના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો આપવા યુનેસ્કોમાં રજુઆત

News18 Gujarati | Pradesh18
Updated: February 4, 2016, 12:22 PM IST
જુના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો આપવા યુનેસ્કોમાં રજુઆત
અમદાવાદઃજૂના અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળે એ માટે અમદાવાદનું નામ યુનેસ્કો-પેરિસમાં મોકલવાનો ભારત તરફથી નિર્ણય લેવાયો છે. અમદાવાદ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે સ્થાન મેળવે તો એ ન માત્ર રાજ્ય બલકે દેશ માટે ગૌરવપૂર્ણ ઘટના હશે. જોકે, હેરિટેજ જાગરૂકતાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો માને છે કે સુધરાઇએ હેરિટેજ સ્થળોની જાળવણીની સાથોસાથ જૂના અમદાવાદના લોકોના જીવનધોરણની ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે.

  • Pradesh18
  • Last Updated: February 4, 2016, 12:22 PM IST
  • Share this:
અમદાવાદઃજૂના અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળે એ માટે અમદાવાદનું નામ યુનેસ્કો-પેરિસમાં મોકલવાનો ભારત તરફથી નિર્ણય લેવાયો છે. અમદાવાદ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે સ્થાન મેળવે તો એ ન માત્ર રાજ્ય બલકે દેશ માટે ગૌરવપૂર્ણ ઘટના હશે. જોકે, હેરિટેજ જાગરૂકતાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો માને છે કે સુધરાઇએ હેરિટેજ સ્થળોની જાળવણીની સાથોસાથ જૂના અમદાવાદના લોકોના જીવનધોરણની ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે.

યુનાઇડેટ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફીક એન્ડ કલ્ચરલ ઓર્ગનાઇઝેશન્સ એટલે કે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સીટીના દરજ્જા માટે ભારત તરફથી અમદાવાદનું નામ મોકલવામાં આવી રહ્યું છે. સાંકળી શેરી જેવી ઓળખ
સમી અમદાવાદી પોળ, મુઘલકાળમાં ચણાયેલી મસ્જિદો, પૌરાણિક મંદિરો,

નગરના દરવાજાઓ, કલાત્મક મકાનો, સાબરમતી નદી તેમજ સાંસ્કૃતિક
તાણાવાણા વગેરે મળીને અમદાવાદની શહેર તરીકેની અલાયદી સાંસ્કૃતિક
ઓળખ ઊભી કરે છે. જોકે, આ જૂના અમદાવાદમાંથી સ્થળાંતર પણ છેલ્લાંવર્ષોમાં ખૂબ થયું છે.

શહેરનો આ જૂનો વિસ્તાર નવા વિકસીચૂકેલા અમદાવાદની સરખામણીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખાસ્સો વંચિત છે. હેરિટેજ પ્રોત્સાહનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાંક એક્ટિવીસ્ટ માને છે કે હેરિટેજ સીટી ત્યારે જ ધબકતું થશે જ્યારે ત્યાંના લોકોના જીવનધોરણ ધબકતાં થશે.

યુનેસ્કોના હેરિટેજ સીટીનો દરજ્જો ભાતિગળ અમદાવાદને મળે એ માટે
શહેરની સુધરાઇએ વિસ્તૃત ડોઝીયર દસ્તાવેજ તૈયાર કર્યો છે. હેરિટેજ સ્થળ
તરીકે ગુજરાતના ચાંપાનેર અને રાણકી વાવ યુનેસ્કોમાં સ્થાન મેળવી ચૂક્યા છે,
હવે સીટી તરીકે અમદાવાદ સ્થાન મેળવે છે કે નહીં એ જોવું રહ્યું.
First published: February 4, 2016, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading